કાજૂ પિસ્તા રોલ :-
સામગ્રી :-
કાજૂ - 1, 1/4 કપ
પિસ્તા - 1 કપ
ખાંડનો પાઉડર -1 કપ
ઈલાયચી પાઉડર - 2 ચપટી
પાણી - જરૂર મુજબ
રીત :-
સૌ પ્રથમ કાજૂ અને પિસ્તામાંથી પાઉડર તૈયાર કરવો, આ માટે તેને અલગ જ થોડા થોડા શેકી લેવા, ત્યારબાદ મીક્સરના પલ્સ બટન વડે બન્નેનો અલગ પાઉડર તૈયાર કરવો, હવે એક વાસણમાં ખાંડનો પાઉડર લઇ તેને હલાવતા જઈ થોડો ગરમ કરવો, ગેસ બંધ કરવો, હવે કાજૂના પાઉડરમાં અડધો કપ આ ખાંડનો પાઉડર મિક્સ કરવો, તેમાં 1 ચપટી ઈલાયચી પાઉડર નાખી અને એક ચમચા જેટલું પાણી નાખી તેનો કઠણ લોટ બાંધવો, જરૂર પડે તો બે ચમચી જેટલું પાણી નાખી તેને મસળવો, હવે હાથમાં એક ચમચી ઘી લઇ આ લોટ માંથી ગોળો તૈયાર કરવો, ત્યારબાદ એક પ્લાસ્ટિક પાથરી તેની પર આ ગોળામાંથી પાતળો રોટલો વણી લેવો, વચ્ચે ચપ્પુ વડે એક કાપો પાડવો, હવે પિસ્તાના પાઉડરમાં પણ બાકીની ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી થોડું પાણી લઇ લોટ બાંધવો, હાથમાં ઘી લગાવી આ લોટમાંથી બે લુવા કરીને હાથ વડે જ પાતળા લાંબા બે રોલ તૈયાર કરવા, તેને કાજૂના રોટલાની બન્ને બાજુ એક એક મૂકી ધીમા હાથે રોલ તૈયાર કરી એકસરખા કાપા પાડી લેવા, તો તૈયાર છે દિવાળી પર બનતી એકદમ ઇઝી છતાં ટેસ્ટી સ્વીટ કાજૂ પિસ્તા રોલ.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો