મન્ચુરીઅન :-
સામગ્રી :-
ખમણેલ ફ્લાવર - 1 કપ
ખમણેલ ગાજર - 1 કપ
ખમણેલ કોબીજ - 1 કપ
સમારેલ લીલી ડુંગળી - 1/2 કપ
સમારેલ ફણસી - 1/2 કપ
લીલી ડુંગળીનો સફેદ ભાગ - 4 નંગ, લાંબી સમારવી
સોયા સોસ - 1, 1/2 ચમચો
લસણની પેસ્ટ - 1 ચમચી
આદુની પેસ્ટ - 1 ચમચી
લાલ મરચાની પેસ્ટ - 1/2 ચમચી
મેંદો - 3 ચમચા
કોર્નફલોર - 1 ચમચો + 1 ચમચી પેસ્ટ માટે
મરી પાઉડર - 1/2 ચમચી
વેજીટેબલ સ્ટોક - 1/2 કપ [ રેસિપી મુકેલ છે ]
સમારેલ લીલા મરચા - 3 નંગ
એમ, એસ, જી [ આજીનો મોટો ] - 2 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
વિનેગર - 1 ચમચી
તેલ - 1 ચમચો + તળવા માટે
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં ખમણેલ ફ્લાવર, ગાજર, કોબીજ, સમારેલ લીલી ડુંગળી, ફણસી, આદુ અને લસણની પેસ્ટમાંથી 1/2 ચમચી, મીઠું,મરી પાઉડર, એમ એસ જી 1 ચપટી લેવા, હવે તેમાં મેંદો અને કોર્નફલોર નાખી તેને મિક્સ કરતા જઈ દબાવીને કઠણ લોટ બાંધવો, જરૂર પડે તો મેંદો થોડો ઉમેરવો, હવે આ લોટ માંથી નાના લુવા લઇ તેને દબાવતા જઈ મન્ચુરીઅનના ગોળા તૈયાર કરવા, તેલ ગરમ કરી તેને અધકચરા તળી લેવા, થોડીવાર ઠંડા કરી તેને ફરી તળવા, બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા, હવે બીજા વાસણમાં એક ચમચો તેલ ગરમ કરવું, તેમાં આદુ, લસણની પેસ્ટ 1/2 ચમચી, સમારેલ મરચા, લાંબી સમારેલ ડુંગળી સાંતળવી, તેમાં સોયાસોસ, વિનેગર, લાલ મરચાની પેસ્ટ, મીઠું અને એમ એસ જી નાખી વેજીટેબલ સ્ટોક ઉમેરવો તે ઉકળે એટલે તેમાં તળેલ મન્ચુરીઅન નાખવા, હવે એક ચમચી કોર્ન્ફ્લોરમાં થોડું પાણી નાખી તેને ઉપર રેડી થોડું હલાવી ગેસ બંધ કરવો, સમારેલ લીલી ડુંગળી વડે ગાર્નીશ કરવા
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો