ડુંગળીના ભજીયા :-
સામગ્રી :-
ઝીણી સમારેલ ડુંગળી - 2 નંગ મોટી
સમારેલ લીલા મરચા - 2 નંગ
ચણાનો લોટ - 1, 1/2 કપ
ચોખાનો લોટ - 1/2 કપ [ ભજીયા વધુ ક્રિસ્પી બનાવવા ]
મીઠું - સ્વાદાનુસાર
અજમો - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 2 ચમચી
તેલ - 1/4 કપ + તળવા માટે
ખાવાનો સોડા - 1 ચપટી
રીત :-
સૌ પ્રથમ ચણાનો લોટ, ચોખાનો લોટ , મીઠું,અજમો , ખાવાનો સોડા અને 1/4 કપ તેલ મિક્સ કરવું , તેમાં સમારેલ ડુંગળી , સમારેલ મરચા અને બધા મસાલા ઉમેરી ફરી હથેળી વડે મિક્સ કરવું , હવે હાથમાં બે ચમચી જેટલું પાણી લઇ આ મિક્સર ઉપર છાંટવું, અને ફરી હથેળી વડે વજન આપી આ બધું મિક્સ કરવું અને બધું સાથે કઠણ બંધાવા લાગે તેટલું જ પાણી નાખવું , જો મિક્સર ચીકણું લાગે તો ચણાનો લોટ ઉમેરી દેવો , હવે તેલ ગરમ કરવું , તેલ મધ્યમ ગરમ થાય એટલે હાથ અથવા ચમચી વડે મીક્સરના એક એક નાના લુવા લઇ ધીમેથી તળવા નાખવા , જારા વડે ફેરવતા જવું , તાપમાન ધીમું કરતા જવું, હવે ભજીયા ધીમા તાપે જ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા , ચટણી સાથે ગરમા ગરમ પીરસવા
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો