પકોડા :-
સામગ્રી :-
બ્રેડ - 4 સ્લાઈસ
ચણાનો લોટ - 2 કપ
બાફેલ બટાકા - 4 નંગ, મધ્યમ કદના
સમારેલ કોથમીર - 1/2 કપ
લસણની કળી - 6 નંગ
આદુ - 1 ઈંચનો ટુકડો
લીલા મરચા - 4 નંગ
લીમડાના પાન - 7 નંગ
લાલ મરચા પાઉડર - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - 1 ચમચો + તળવા માટે
રાઈ - 1 ચમચી
ખાવાનો સોડા - 1/2 ચમચી
પાણી - જરૂર પ્રમાણે
રીત :-
સૌ પ્રથમ ચણાના લોટમાં હળદર, મીઠું,1/4 ચમચી હિંગ ,લાલ મરચા પાઉડર અનેથોડું થોડું પાણી નાખી તેમાં ગઠ્ઠા ના રહે એ રીતે હલાવી મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરવું , તેને ઢાંકી રાખી દેવું, હવે બાફેલ બટાકાનો માવો કરવો અથવા તેને ખમણી લેવા, ત્યારબાદ કોથમીર , લીલા મરચા , લસણ અને આદુ ને મિક્સર જારમાં લઇ, થોડું પાણી નાખી તેની પેસ્ટ કરી લેવી , હવે એક વાસણમાં એક ચમચો તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી તે તતડે એટલે લીમડાના પાન, વધેલ હિંગ, અને તૈયાર કરેલ પેસ્ટમાંથી બે થી અઢી ચમચા વઘારમાં નાખી તેને હલાવીને બે મિનીટ સાંતળવુ, હવે તેમાં બાફેલ બટાકાનો માવો, હળદર, મીઠું નાખી બે મિનીટ હલાવી ગેસ બંધ કરી મસાલો ઠંડો થવા દેવો, મસાલો ઠંડો થાય એટલે તેને બ્રેડ ઉપર ત્રણ ચમચી જેટલો ફેલાવી ઉપર બીજી બ્રેડ ગોઠવી વચ્ચે કાપો પાડવો,આ બે ત્રિકોણ વચ્ચે કાપા પાડીને એક માંથી ચાર ત્રિકોણ પણ બનાવી શકાય, બધા પકોડા માટેના ત્રિકોણ તૈયાર કરીને તળવા માટે તેલ ગરમ કરવું, હવે ખીરામાં ખાવાનો સોડા નાખી હલાવી તૈયાર કરેલ ત્રિકોણ ને સરખી રીતે તેમાં બોળી તળવા માટે એક પછી એક નાખવા, અને તેની ફેરવી ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા, ટમેટાની ચટણી સાથે પીરસવા
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો