સુકી ભાજી :-
સામગ્રી :-
બાફેલ બટાકા - 4નંગ , મધ્યમ કદના
સમારેલ લીલું મરચું - 1નંગ
મીઠા લીમડાના પાન - 7 થી 8 નંગ
કાચા સિંગદાણા - 1/2 કપ
હિંગ - 1 ચપટી
તેલ - 2 ચમચા
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
લીંબુનો રસ - 2 ચમચી
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1 ચમચી
સમારેલ કોથમીર - 1/2 ઝુળી
રીત :-
સૌ પ્રથમ બાફેલ બટાકાને એકસરખા ટુકડા થાય તેમ સમારી લેવા, સિંગદાણાને અધકચરા વાટી લેવા, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ તતડાવવી, જીરું નાખવું અને હિંગ નાખવી, હવે તેમાં વાટેલ સિંગદાણા નાખી તે સોફ્ટ થાય તેમ બે થી ત્રણ મિનીટ હલાવવા, ત્યારબાદ સમારેલ લીલું મરચું અને મીઠા લીમડાના પાન નાખી હલાવવું, હવે તેમાં બાફેલ બટાકાના ટુકડા અને મીઠું, હળદર, લાલ મરચું, ધાણા પાઉડર અને લીંબુનો રસ નાખવો અને આ બધું ઉછાળતા જઈ [ ટોસ કરી ] મિક્સ કરવું, મસાલો વ્યવસ્થિત મિક્સ થાય એટલે ગેસ બંધ કરવો, સમારેલ કોથમીર વડે ગાર્નીશ કરવું, તો તૈયાર છે ગુજરાતની સ્વાદિષ્ટ સબ્જી સુકીભાજી।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો