ગ્રીલ સેન્ડવીચ :-
સામગ્રી :-
બ્રાઉન બ્રેડ - 8 સ્લાઈસ
ડુંગળી - 1 નંગ
કાકડી - 1 નંગ
ટમેટા - 2 નંગ
કેપ્સીકમ - 1 નંગ
પનીર - 4 પાતળી સ્લાઈસ કરવી [ અંદાજે 100 ગ્રામ લેવું ]
મીઠું - સ્વાદાનુસાર
ચાટ મસાલો - સ્વાદાનુસાર
ચીઝ સ્લાઈસ - 4 નંગ
કોથમીર મરચાની ચટણી - 4ચમચા
ટમેટાનો કેચપ - 3 ચમચા
રીત :-
સૌ પ્રથમ ડુંગળી, ટમેટા અને કાકડીને ગોળ સ્લાઈસ થાય તેમ કટ કરવા, કેપ્સીકમને પાતળું,લાંબુ કટ
કરવું, હવે ચાર બ્રેડ લેવી, તે દરેક પર પનીરની એક એક સ્લાઈસ ગોઠવવી, તેના પર સરખે ભાગે ડુંગળી, કાકડી અને ટમેટાની સ્લાઈસ ગોઠવવી, સમારેલ કેપ્સીકમ ચારેય ઉપર ગોઠવવું,હવે ઉપર ચાટ મસાલો અને મીઠું છાંટવું, ઉપર ચીઝની એક એક સ્લાઈસ મુકવી, હવે બીજી ચાર બ્રેડ લેવી તેના પર કોથમીરની ચટણી અને ટમેટાનો કેચપ ફેલાવવો, આ બ્રેડને તૈયાર કરેલ બ્રેડ ઉપર રાખી અને થોડો વધુ સમય ગ્રીલ કરવી, ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે ચટણી સાથે પીરસવી।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો