કટલેટ્સ :-
સામગ્રી :-
બાફેલ બટાકા - 2 નંગ, મોટા
બ્રેડ - 4 સ્લાઈસ, મોટી
પૌઆ - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
લીલા મરચાની પેસ્ટ - 1/2 ચમચી
તલ - 2 ચમચી
સમારેલ કોથમીર - 2 ચમચા
ખાંડ - 1 ચમચી
લીંબુ - 1 નંગ
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1 ચમચી
ચાટ મસાલો - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
રીત :-
સૌ પ્રથમ પૌઆને ખુબજ ઓછા પાણી વડે ભીના કરવા, બટાકાનો માવો કરી લેવો, પણ તેને બહુ મસળવો નહી વધુ મસળવાથી તે ચીકણો થઇ જશે, હવે એક પહોળા વાસણમાં પાણી લેવું, તેમાં વારાફરતી બ્રેડને બોળીને તરત બહાર કાઢી તેને મસળીને બટાકાના માવામાં ઉમેરવી, ભીના પૌઆ ઉમેરવા, હવે આદુ,લસણ અને મરચાની પેસ્ટ તેમાં નાખવી, લીંબુનો રસ, ખાંડ, મીઠું, હળદર, ધાણા પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, સમારેલ કોથમીર અને તલ આ બધું તેમાં નાખવું અને બધું હાથ વડે ભેગુ બાંધી લેવું, મસળવું નહી, હવે તેલ વડે હાથ ચીકણા કરી તેમાંથી નાના લુવા લઈને ગોળ અથવા લંબગોળ જે શેપ આપવો હોય તેવી કટલેટ વાળી લેવી, હવે મધ્યમ તાપમાં તેલ ગરમ કરી કટલેટ્સને બ્રાઉન કલરની તળી લેવી, ટામેટાની ચટણી અથવા કોઈપણ ચટણી સાથે ગરમા ગરમ પીરસવી।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો