શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015

ભરેલા કરેલા - BHARELA KARELA


ભરેલા કરેલા :-

સામગ્રી :-
કારેલા - 4 નંગ, મધ્યમ કદના
તેલ - 2 ચમચા + તળવા માટે
જીરું - 1 ચમચી
હિંગ - 1/4 ચમચી
ચણાનો લોટ - 2 ચમચા
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
આમચૂર પાઉડર - 1, 1/2 ચમચો
ધાણા પાઉડર - 2 ચમચા
વરીયાળી પાઉડર - 1 ચમચો

રીત ;-
         સૌ પ્રથમ કારેલાને ધોઈ અને છોલી નાખવા, વચ્ચે ઉભો કાપો કરી તેમાંથી તેના બી અને ગર્ભ કાઢી લેવા , તેમાંથી કુમળા ભાગ અને સોફ્ટ બી હોય તેને અલગ રાખી મુકવા તેનો ઉપયોગ મસાલો બનાવવામાં કરવો, હવે કારેલા પર અંદર અને બહાર વ્યવસ્થિત રીતે મીઠું લગાવી અડધો કલાક રાખી મુકવા, અડધો કલાક પછી તેને નીચોવીને મીઠાનું છુટ્ટું પડેલ પાણી કાઢી લેવું જેથી કડવાશ  દુર થશે, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં કારેલાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેમ તળી લેવા,હવે મસાલો બનાવવા માટે તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં જીરું શેકી, હિંગ, કારેલાના રાખી મુકેલ સોફ્ટ બી અને ચણાનો લોટ નાખી એક થી બે મિનીટ હલાવીને શેકવા, હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચા પાઉડર, આમચૂર પાઉડર, વરીયાળી પાઉડર અને ધાણા પાઉડર નાખી હલાવતા જઈ થોડીવારમાં ગેસ બંધ કરવો, હવે આ મસાલાને તળેલ કારેલા વચ્ચે ભરી દેવો, મસાલો નીકળી ના જાય એ માટે કારેલા પર ફરતે દોરો બાંધી શકાય, હવે આ કારેલાને વધેલ મસાલાવાળા વાસણમાં જ ગોઠવી ધીમા ગેસ પર એક થી બે મિનીટ ગરમ કરવા હલાવી ગેસ બંધ કરી દોરો બાંધેલ હોયતો દુર કરી ગરમા ગરમ પીરસવા।



Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Recent Posts

Unordered List

Pages

Theme Support