મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015

ચુરમા લાડુ - CHURMA LADOO

                                                                

ચુરમા લાડુ :-

સામગ્રી :-
ઘઉંનો જાડો લોટ - 2 કપ
દેશી ઘી - 4 ચમચા + તળવા માટે
ખમણેલ ગોળ - 3/4 કપ
દળેલ ખાંડ - 1/4 કપ
ઈલાયચી પાઉડર - 1 ચમચી
જાયફળ પાઉડર - 1 ચમચી
ખસખસ - જરૂર પ્રમાણે
પાણી - જરૂર પ્રમાણે

રીત :-
            સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ ચમચા ઘી ગરમ કરવું, ઘી ઓગળે એટલે ગેસ બંધ કરી તેને ઘઉંના જાડા લોટમાં રેડવું, હવે થોડું હુંફાળું પાણી લઇ તેને થોડું જ લોટમાં નાખી બધું મિક્સ કરવું, આ લોટનો થોડો ભાગ લઇ હાથ વડે દબાવવું જો તેનું કઠણ મુઠીયુ વડે તો પાણી નાખવાનું બંધ કરી આ લોટમાંથી મુઠીયા વાળી લેવા, તેને ઘી ગરમ કરી ધીમા તાપે બ્રાઉન કલરના તળી લેવા, હવે આ તળેલ મુઠીયાને હાથ વડે તોડી બે ત્રણ કટકા કરવા જેથી તે જલ્દી ઠંડા થાય, હવે આ કટકા ઠરી જાય એટલે તેને ખાંડણીમાં ખાંડવા અથવા મિક્સરમાં પીસી લેવા, હવે તૈયાર થયેલ ભૂકાને ચાળણીમાં ચાળી લેવો, વધારાના મોટા દાણાને અલગ કાઢી નાખવા, હવે લાડવાની પાય તૈયાર કરવી આ માટે એક ચમચો ઘી ગરમ કરવું તેમાં ગોળ નાખી હલાવવું, ગોળ ઓગળીને બબલ થાય એટલે ગેસ બંધ કરવો, આ પાયને તૈયાર કરેલ મિશ્રણમાં નાખવી, હવે ચમચા વડે બધું મિક્સ કરવું,દળેલ ખાંડ નાખવી, ઈલાયચી અને જાયફળનો પાઉડર નાખવો આ વખત કટ કરેલ ડ્રાયફ્રુટ પણ નાખી શકાય, બધું સારીરીતે મિક્સ કરી લાડુ વાળી લેવા, તેને ખસખસમાં રગદોળી અથવા ઉપર ખસખસ છાંટવું, તો તૈયાર છે સ્વાદિષ્ટ સ્વીટ ચુરમા લાડુ, તેને ગરમ ઠંડા ગમે ત્યારે ખાઈ શકાય।


Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Recent Posts

Unordered List

Pages

Theme Support