બુધવાર, 7 જાન્યુઆરી, 2015

Fada lapsi - ફાડા લાપસી

                                                     



     ફાડા લાપસી : ફાડા લાપસી એ  ગુજરાતમાં મહેમાનોને પીરસવામાં આવતી ગરમાગરમ સ્વાદિષ્ટ  મીઠાઈ છે, જો કે આ લાપસી ઠંડી ખાઈએ તો પણ એટલી જ ટેસ્ટી  લાગે છે, ફાડા લાપસી ઘઉંના ફાડા માંથી બનતી હોવાથી તેમાં ખુબ માત્રામાં ફાઈબર ( રેસા  ) હોય છે અને લોહતત્વ પણ હોય છે

સામગ્રી : 4 થી 5 વ્યક્તિઓ માટે

ઘઉંના ફાડા - 1 કપ
ગોળ - 1 કપ
ઘી - 4 થી 5 ચમચી
પાણી - 2 કપ
કાજુ - 5, 6 નંગ કટ કરેલ
બદામ -  5, 6 નંગ કટ  કરેલ
કિસમિસ - 15 થી 20 નંગ

રીત :  સૌ પહેલા એક પાનમાં અથવા  કુકરમાં ઘી ગરમ કરવું, હવે તેમાં ઘઉંના ફાડા શેકવા, ફાડા ગોલ્ડન બ્રાઉન કલરનાં થાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકવા, પછી તેમાં પાણી અને ડ્રાય ફ્રુટ ઉમેરવા , પાન બંધ કરવું, દસેક મિનીટ મધ્યમ તાપમાં ફાડા બાફવા પછી તેને ચેક કરવા જો પાણી દેખાય તો ફરી બે,ત્રણ મિનીટ બાફવા, જો કુકુરમાં  ફાડા બાફ્વાના હોય તો ત્રણ  સીટી થાય ત્યાં સુધી બાફવા, હવે તેમાં ગોળ ઉમેરી, લાપસી  હલાવી એકાદ મિનીટ  ધીમા તાપે લાપસીમાં ગોળ ઓગળે ત્યાં સુધી રાખો ,ગરમાગરમ લાપસી તૈયાર.


                                                                                                                                                                      
Share:

ગુરુવાર, 13 માર્ચ, 2014


Baking : ઓવન કે ભઠ્ઠી માં કોઈ વાનગી શેકી ને તૈયાર કરવા ની પદ્ધતિ ને બેકિંગ કહેવાય છે.સામાન્ય રીતે જ્યારે કોઈ વાનગી નું ઉપર નું પડ બ્રાઉન થાય એ રીતે શેકવી હોય ત્યારે બેકિંગ કરવા માં છે, જેમ કે બ્રેડ , કેક વગેરે વાનગી બેકિંગ થી  બને છે.આ પદ્ધતિમાં થોડો ભેજ જળવાઈ રહે છે અથવા જાળવી શકાય છે.

Roasting : પાપડ , સિંગ દાણા વગેરે ને શેકવા ની રીત ને Roasting કહેવાય છે, જેમાં ઊંચા તાપમાને શેકીને વાનગી માં થી બધો ભેજ ઉડાડી ને સુકી વાનગી બનાવાય છે.

Blanching : પાણીમાં સહેજ મીઠું નાખી ને ખુબ જ ઓછા સમય માટે શાકભાજી કે ફળો ને અધ કચરા બાફવા ની રીત ને Blanching  કહેવાય છે , આ રીતે માં ફક્ત 30 સેકંડ થી એક મિનીટ જેવા ઓછા સમય માટે બાફવા નું હોય છે.

Parboiling : આ પ્રક્રિયા બ્લાચિંગ નું જ બીજું નામ છે , પાણીમાં સહેજ મીઠું નાખી ને ખુબ જ ઓછા સમય માટે શાકભાજી કે ફળો ને અધ કચરા બાફવા ની રીત ને Blanching / Parboiling કહેવાય છે , આ રીતે માં ફક્ત 30 સેકંડ થી એક મિનીટ જેવા ઓછા સમય માટે બાફવા નું હોય છે.

Boiling :  ઉકળતા પાણી માં બાફવું કે ઉકાળવું , જ્યારે આ પદ્ધતિ નો ઉપયોગ કરવાનું લખ્યું હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવા થી વાનગીનો સ્વાદ અને પોષક તત્વો જળવાઈ રહે છે.

 Braising : ઉકાળવા કે બાફવા કરતાં પ્રમાણ માં ઓછું પાણી લઇ ને શાકભાજી કે અન્ય વાનગી પકવવાની રીત ને Braising  કહેવાયછે ,જેમ કે રસાવાળું શાક બનાવવા ની રીત.

 Broiling :  ચારે બાજુ થી એક સમાન તાપમાને  એકદમ કડક અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા ની રીત ને Broiling કહેવાય છે. જેમ કે બ્રેડ માં થી ટોસ્ટ બનાવવા ની રીત અથવા સેન્ડવીચ મેકર માં સેન્ડવીચ બનાવવા ની રીત. આ પદ્ધતિ ને આપણે ત્યાં ગ્રીલિંગ કહેવાય છે.જયારે American English માં  Broiling  કહેવાય છે.

 Grilling :  એકદમ કડક અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા ની રીત ને Grilling કહેવાય છે. જેમ કે બ્રેડ માં થી ટોસ્ટ બનાવવા ની રીત અથવા સેન્ડવીચ મેકર માં સેન્ડવીચ બનાવવા ની રીત. આ પદ્ધતિ ને આપણે ત્યાં ગ્રીલિંગ કહેવાય છે.જયારે American English માં  Broiling  કહેવાય છે.

Creaming :  ખાંડ અને માખણ ના મિશ્રણ ને ખુબ ફીણી ને પરપોટા થાય તેવું મિશ્રણ તૈયાર કરવા ની રીત ને ક્રીમીંગ કહેવાય છે. આ પદ્ધતિ નો ઉપયોગ કેક અને બિસ્કીટ બનાવવા માટે ઉપયોગ થાય છે.
  
Deep frying : ભજીયા કે પુરી બનાવવા માટે ઉપયોગ માં લેવાતી પદ્ધતિ , આ રીત માં કડાઈ જેવા થોડા ઉંડાઈ વાળા વાસણ માં તેલ ગરમ કરી ને તેમાં ભજીયા કે પુરી ડુબે એ રીતે તળવા નું હોય છે.

Fermentation : આથો લાવવાની પ્રક્રિયા , આ પ્રક્રિયા નો ઉપયોગ બ્રેડ ,ખમણ ,ઢોકળા બનાવવા માટે થાય છે. બજાર માં મળતી Yeast અથવા દહીં થી આથો લાવી શકાયછે  .

Freezing : ફ્રીજર સેફ પાત્ર માં પેક કરીને કેટલાંક શાકભાજી તથા ફળોને ફ્રીજરમાં લાંબા સમય  સુધી સાચવી શકાય છે. આ પ્રક્રિયા ને Freezing કહેવાય છે.

Stir Frying :  તળવા ની વસ્તુ અડધી કે  થોડી ઘણી તેલ માં ડુબેલી રહે તે રીતે તળવા ની રીત STIR FRYING ને કહેવાય છે, આ રીત માં સતત હલાવ્યા કરવા નું હોય છે. આ રીતમાં  DEEP FRYING કરતા ઓછું તેલ વપરાય  છે  .

Sautéing :  આ ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ છે સાંતળવું , આ રીત માં STIR FRYING કરતા પણ ઓછું તેલ લઇ ને સાંતળવા નું હોય છે, વઘાર માટે જે રીતે કરીએ તે રીતે સાવ ઓછા તેલમાં આ પ્રક્રિયા કરવા ની હોય છે. 

 Microwaving :  માઇક્રોવેવ માં રસોઈ તૈયાર કરવાની રીત ને  Microwaving   કહેવાય છે. 

Convection : માઇક્રોવેવ અથવા સાદા ઓવન માં ચારે બાજુ થી એક સમાન ગરમી મળે તે રીતે ખોરાક તૈયાર કરવા ની પ્રક્રિયા. આ માટે માઇક્રોવેવ માં કન્વેકશન મોડ આપેલ હોય છે .   કેક અને બિસ્કીટ જેવી વાનગીઓ આ પ્રક્રિયા થી બનાવવા માં આવે છે. 

Poaching  : નીચા તાપમાને પાણી  ગરમ કરી ને તેમાં ખોરાક પકવવા ની રીત ને  POACHING કહેવાય છે.


Salting : ખાદ્ય પદાર્થ ને મીઠા ના ઢગલા વચ્ચે દબાવી ને રાખવા ની પ્રક્રિયા કે જેના લીધે ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી બગડ્યા વગર જાળવી શકાય , મીઠાના ઢગલા ના બદલે મીઠાના પાણીમાં ડુબાડી રાખીને પણ SALTING  કરાય છે જેમાં ખાદ્ય પદાર્થ થોડો ખારો સ્વાદ ધારણ કરી લે છે. 
Simmering : પાણી ગરમ કરી ને ઉકાળવા થી થોડું ઓછું તાપમાન રાખી ને સતત ધીમા તાપમાને ખોરાક પકવવા ની રીત  .
Scalding : જાડા તળીયા વાળા વાસણ માં ગરમ કરી ને દુધ ને ઘટ્ટ બનાવવા ની પ્રક્રિયા  .


Smoking : દેશી ચુલામાં અથવા લાકડા ના તાપણામાં ધુમાડા વચ્ચે ખોરાક પકવવા ની પ્રક્રિયા.

Steaming :   વરાળ વડે ખોરાક પકવવાની પ્રક્રિયા, જેમ કે ઢોકળા કે ઈડલી બનાવવા ની પ્રક્રિયા  .

Tempering  :  વઘાર કરવો અથવા તેલ માં રાઈ , જીરું જેવા મસાલા શેકી ને બીજી વાનગી માં ઉમેરવા  .




Share:

ગુરુવાર, 6 માર્ચ, 2014

વેજીટેરિયન કેક ઇન કન્વેક્શન - VEGETARIAN CACK IN CONVECTION

વેજીટેરિયન કેક ઇન કન્વેક્શન : 


        કેકનો બર્થ ડે તથા અન્ય પાર્ટીમાં વધુ ઉપયોગ થતો હોય છે, ઉપરાંત તે બાળકો અને મોટેરાઓને પણ બહુ પ્રિય સ્વીટ છે, પણ તેમાં એગનો ઉપયોગ થતો જ હોય છે એવી માન્યતા રાખીને તેનાથી દુર રહેવા કરતા જાતે જ વેજ કેક બનાવીને તેને ખાવાનો આનંદ માણવો જોઈએ , તો આવો આજે આપણે વેજ કેક બનાવીએ અને તે પણ કન્વેકશન મોડમાં.


સામગ્રી :

CONDENSED MILK -  1 CUP

MAIDA [ ALL PURPOSE FLOUR ] - 1 CUP AND LITTLE EXTRA FOR DUSTING

SODA BI CARB - 1/4 TSP

BAKING POWDER - 1 TSP

GHEE - 1 TSP

BUTTER MILK - 2 TSP

MILK - AS PER REQUIREMENT

DRY FRUIT - AS PER REQUIREMENT

OIL - ABOUT 1 TSP FOR GREASING


 બનાવવાની રીત :   

         સૌ પ્રથમ એક વાસણમાં કન્ડેન્સ્ડ મિલ્ક લેવું હવે બીજા વાસણમાં   મેંદો , ખાવાનો સોડા ,બેકિંગ પાઉડર બધું એકસાથે લઇ ચાળી લેવું, હવે આ મીશ્રણને કન્ડેન્સ્ડ મિલ્ક માં ધીમે ધીમે નાખતા જઈ અને ગઠ્ઠા ના રહે તેમ હલાવતા જવું , હવે તેમાં ઘી અને છાશ ઉમેરી ફરી હલાવવું , હવે ધીમે ધીમે થોડું દૂધ નાખતા જઈ કેકના મિશ્રણ ને હલાવવું યોગ્ય ઘટ્ટતા આવે ત્યાં સુધી જ દૂધ ઉમેરવું, હવે તેમાં ડ્રાઈ ફ્રુટ કટ કરી ઉમેરવા, ત્યારબાદ એક કન્વેક્સન સેફ વાસણ લેવું અને તેને તેલ વડે ગ્રીઝ કરવું અને મેંદા વડે તેમાં પાતળું લેયર બનાવવું  હવે આ વાસણમાં કેકનું મિશ્રણ  રેડી દેવું અને તેને કન્વેકશનમાં 180 ડીગ્રી પર પ્રી હિટ કરી 30 મિનીટ માટે મુકવું ત્યારબાદ ચપ્પું વડે કેક ચેક કરવી , જો ચપ્પુ કેકમાં ખોંસી જોતા તે ચોખ્ખું  બહાર આવે તો કેક તૈયાર છે, પણ જો ચપ્પુ પર કેક ચોંટે તો કેક ફરી 5 મિનીટ બેક કરવી ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી સર્વ કરવી.







Share:

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2014

મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ - Gulab jamun with Milk powder


મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ:

       ગુલાબજાંબુ એ ખુબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે, તે માવાની મદદથી બનાવી શકાય છે, પરંતુ બજારમાંથી મળતા માવામાં ક્યારેક ભેળસેળ કરેલ હોય છે અથવા તે બગડી ગયેલ પણ હોય છે, તો આજે આપણે મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ બનાવીને ચિંતા મુક્ત થઇ જઈએ :

સામગ્રી:

મિલ્ક પાઉડર = 4 કપ
મેંદો = 1 કપ
ખાવાનો સોડા = ફક્ત 1 ચપટી
દહીં = જરૂર પ્રમાણે
તેલ = જરૂર પ્રમાણે
ખાંડ = 4 કપ
પાણી = 4 કપ
ઈલાયચી = 4 થી 5

બનાવવાની રીત:

       સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી તેને ગેસ પર હલાવતા જઈ ગરમ કરવું, આ પાણીમાં ખાંડ ઓગળી જાય પછી પાંચેક મિનીટ ચાસણી થવા દઈ ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી દેવો. હવે એક બાઉલમાં મિલ્ક પાઉડર અને મેંદો મિક્સ કરવો, તેમાં ખાવાનો સોડા ઉમેરી અને થોડું થોડું દહીં નાખતા જઈ  જાંબુ વાળી શકાય તેવો નરમ લોટ બાંધવો, તેમાં 2 ચમચી તેલ નાખી લોટ ફરી મસળી  લેવો, હવે આ લોટમાંથી જાંબુના માપના એક સરખા લુવા પાડી, દરેક લુવાને અંગુઠા વડે નરમ કરી ગોળ ગોળ તૈયાર કરી લેવા, હવે એક વાસણમાં તેલ કાઢી તેને ગેસ પર મિડીયમ તાપે ગરમ કરવું, તેલનું તાપમાન  વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું, હવે 5 થી 6 જાંબુ તેલમાં નાખીં તેને ધીમે હાથે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તળી લેવા, ને તૈયાર કરેલ ચાસણીમાં ડુબાડી દેવા, આ રીતે બધા જાંબુ તળી તેને ચાસણીમાં ઉમેરવા, 30 મિનીટમાં ગુલાબજાંબુ સર્વ કરી ખાઈ શકાય છે.

Share:

મંગળવાર, 21 જાન્યુઆરી, 2014

મીઠી બુંદી - sweet bundi


મીઠી બુંદી:

      મીઠી બુંદી એ એક સ્વાદિષ્ટ મીઠાઈ છે, તેને ગરમ ગરમ ખાવાની તો બહુ મજા પડે છે, તો આજે આપણે
મીઠી બુંદી બનાવતા શીખીશું:

સામગ્રી:

ચણાનો લોટ = 2 કપ
ખાંડ = 3 કપ 
કેસર = 1 ચપટી
તેલ = તળવા માટે
ગુલાબની પાંદડી = ગાર્નીસ કરવા
પાણી = જરૂરિયાત પ્રમાણે

બનાવવાની રીત:

     સૌ પહેલા એક બાઉલમાં ચણાનો લોટ લેવો, હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ અને હલાવતા જઈ ચીકણું ખીરૂ તૈયાર કરવું, ખીરૂ બહુ ઘટ્ટ પણ ના હોવું જૌઇએ અને પાતળું પણ ના હોવું જોઈએ, ખીરાના બધા ગઠ્ઠા ભાંગી જાય ત્યાં સુધી તેને હલાવી લેવું, હવે એક વાસણમાં 3 કપ ખાંડ અને 2 કપ પાણી લઇ તેની ચાસણી તૈયાર કરવા ગેસ પર મૂકી હલાવતા જવું, ચાસણી  તૈયાર કરવા તેમાં તાર જોવાની જરૂર નથી, બસ ખાંડ ઓગળી જાય ને થોડી આંગળીમાં ચીપકે એવી ચાસણી થાય કે ગેસ બંધ કરી દેવો, હવે બીજા વાસણમાં તેલ લઇ તેને ગરમ કરવા ગેસ પર મુકવું, તેલ ગરમ થઇ જાય એટલે ખીરુને  ચમચા વડે બુંદી પાડી શકાય તેવો ઝારો લઇ તેમાં રેડવું અને અંગુઠા વડે ઝારાના હેન્ડલને ઠપકારતા જવું , બુંદી તેલમાં પડતી જશે, જો બુંદી પડતા થોડી વાર લાગે તો ખીરામાં થોડું પાણી ઉમેરી, ઝારો ધોઈને બુંદી પાડવી તો બુંદી પડવા લાગશે, આ બુંદીને ગોલ્ડન બ્રાઉન તળી લેવી અને તૈયાર ચાસણીમાં ઉમેરી દેવી, આ રીતે બધી બુંદી તળીને ચાસણીમાં ઉમેરી દેવી, 15 થી 20 મીનીટમાં મીઠી બુંદી તૈયાર થઇ જશે, તેને એક ડીશમાં કાઢી લઇ ગુલાબની પાંદડી વડે ગાર્નીશ કરી સર્વ કરવી  .


Share:

શુક્રવાર, 17 જાન્યુઆરી, 2014

ફરસી પુરી - Farasi Puri


ફરસી પુરી:             


     ફરસી પુરી એ ગુજરાતનો એક ટેસ્ટી નાસ્તો છે, તેને એક સાથે બનાવી શકાય છે અને અઠવાડિયા સુધીં ખાવામાં લઇ શકાય છે, તો આજે આપણે ફરસી પુરી બનાવવાની રીત શીખીશું.

સામગ્રી:

મેંદો = 250 ગ્રામ
મરી = 1/2 ચમચી અધકચરા વાટેલા
જીરું = 1 ચમચી
અજમો = 1/2 ચમચી
મીઠું = જરૂરિયાત મુજબ
તેલ =જરૂરિયાત મુજબ
પાણી = જરૂરિયાત મુજબ
ઘી = જરૂરિયાત મુજબ

બનાવવાની રીત:

      સૌ પ્રથમ મેંદો એક વાસણમાં ચાળી લેવો, તેમાં મીઠું, અજમો, વાટેલા મરી, જીરું ઉમેરવું ત્યારબાદ તેમાં
 5 ચમચી તેલ  ઉમેરીને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ કઠણ લોટ તૈયાર કરવો , હવે આ લોટને 15 થી 20 મિનીટ ઢાંકી ને રાખવો. ત્યાર પછી તેમાંથી  રોટલી બને તેવા એકસરખા લુવા તૈયાર કરવા, હવે આ લુવા માંથી રોટલી વણવી, આ રોટલી ઉપર  એક ચમચી ઘી વ્યવસ્થિત રીતે લગાવવું, હવે આ રોટલીને વાળીને એક રોલ તૈયાર કરવો, આ રોલને ચપ્પુ વડે કટ કરી એકસરખા માપના પૂરી બને તેવા લુવા તૈયાર કરી લેવા. આ લુવાને હથેળી ઉપર ઉભા રાખી બીજી હથેળી વડે દબાવી દેવા, હવે પુરીઓ વણી લેવી,તેના પર ચપ્પુ વડે કાપા કરવા કે જેથી પુરી ફૂલે નહિ, પુરી તળવા માટે એક વાસણમાં ગેસ પર ધીમાં તાપે તેલ ગરમ કરવું, હવે ધીમા તાપે જ પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવી, આવી રીતે બધી પૂરી તળી, તેને ઠંડી કરી,એક હવાચુસ્ત ડબામાં ભરી દેવી.

આ રેસીપી નો વિડીયો જોવા માટે અહી ક્લીક કરો http://www.youtube.com/watch?v=qpEGu0beGsI




Share:

બુધવાર, 15 જાન્યુઆરી, 2014

માઈક્રોવેવમાં ઈન્સ્ટન્ટ રવા ઈડલી - Instant Rava Idali in Microwave


માઈક્રોવેવમાં ઈન્સ્ટન્ટ રવા ઈડલી:

        ઈડલી એ દક્ષિણ ભારતની એક વાનગી છે, તેમાં તેલ, ઘી નો પણ બહુ ઉપયોગ થતો નથી,ગરમાગરમ
 ઈડલી અને સંભાર ખાવાની બહુ મજા આવે છે, એમાં પણ રવાની ઈડલી તો ઝડપથી બનાવી શકાય છે, અચાનક કોઈ મહેમાન આવી જાય તો રવા ઈડલી બનાવવી ખુબ સરળ છે. તો આજે આપણે રવા ઈડલી બનાવીશું

સામગ્રી:

રવો [ સોજી ] = 1 કપ
દહીં = 1/2 કપ
મીઠું = જરૂરિયાત મુજબ
ઈનો [ ફ્રુટ સોલ્ટ ] = 1 ચમચી
તેલ = 2 ચમચી
રાઈ = 1/2 ચમચી
જીરું = 1/2 ચમચી
હિંગ = 1 ચપટી
મીઠો લીમડો = 4 થી 5 પાન
સફેદ અડદ = 1 ચમચી
લીલા મરચા = 2 થીં 3 સમારેલા
પાણી = જરૂરિયાત પ્રમાણે


બનાવવાની રીત:

       સૌ પ્રથમ એક વાસણમાં રવો, દહીં, મીઠું મિક્સ કરવું તેમાં એક કપ પાણીને ધીમે ધીમે નાખતા જવું ને હલાવતા જઈ ખીરું  તૈયાર કરવું, ખીરામાં ગઠ્ઠા રહેવા ન દેવા, હવે  15 મિનીટ માટે ખીરું રાખી મુકવું, હવે ઈડલીનો વઘાર તૈયાર કરવા એક વાસણમાં તેલ ગરમ કરવા ગેસ પર મુકવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડાના પાન, અડદ, લીલા મરચા બધું નાખવું ને થોડીવાર પકાવવું, ઈડલીનો વઘાર તૈયાર છે. આ વઘારને તૈયાર કરેલ ખીરામાં ઉમેરી હલાવવું, ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવી તૈયાર રાખવું, માઈક્રો સેફ સ્ટીમરમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી તૈયાર કરવું, હવે તૈયાર ખીરામાં ઈનો [ ફ્રુટ સોલ્ટ] નાખી તેની પર થોડું પાણી નાખી એકદમ હલાવવું, ને તરત જ ખીરું ઈડલી સ્ટેન્ડમાં ચમચા વડે રેડી, સ્ટીમર બંધ કરી માઇક્રોવેવના ફૂલ પાવરમાં 5 મિનીટ ટાઇમ સેટ કરી મુકવું, થોડો સ્ટેન્ડિંગ ટાઇમ આપી સ્ટીમર બહાર કાઢવું, ઈડલી ચમચી વડે એક ડીશમાં કાઢી સર્વ કરવી, ગરમાગરમ,ટેસ્ટી  રવા ઈડલી ખાવા માટે તૈયાર છે.

           

Share:

સોમવાર, 13 જાન્યુઆરી, 2014

Rasgulla - રસગુલ્લા : રસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે


રસગુલ્લા:    


      રસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે, પણ તે બધા  રાજ્યોમાં પ્રિય હોય જ છે, આપણે ત્યાં પણ તેનો પ્રસંગ વખતે ઉપયોગ થાય છે, તો રસગુલ્લાને પણ આપણા રસોડામાં સ્થાન આપીએ છીએ.

 સામગ્રી:

ફૂલ ક્રીમ દૂધ = દોઢ લીટર
ખાંડ = 500 ગ્રામ
લીંબુ = 2 નંગ
આરારુટ = 2 ચમચી
પાણી = 2 કપ

બનાવવાની રીત:

       રસગુલ્લા બનાવવા સૌ પ્રથમ દુધમાંથી પનીર બનાવવાનું હોય છે, આ માટે દુધને ગરમ કરવા મુકવું, તેમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું, હવે દૂધ થોડું ઠંડુ થાય એટલે તેને લીંબુના રસ વડે ફાડીશું,  આ માટે દુધમાં ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરતા જવું અને હલાવતા જવું જયારે દૂધ ફાટવાનું શરુ થાય કે તરત લીંબુનો રસ નાખવાનું બંધ કરવું,  હવે તરત જ આ ફાટેલા  દુધને એક પાતળા સુતરાઉ કપડા વડે ગાળી લેવું, પનીરની ખટાશ દુર કરવા તેને પાણી વડે ધોઈ લેવું, હવે કપડાને બધી બાજુથી ભેગું કરી, દબાવીને બધું પાણી નીચોવીને કાઢી લેવું, હવે આ પનીરને એક ડીશમાં કાઢી લઇ તેને  5 મિનીટ ખુબ મસળવું જેથી તે નરમ થઇ જાય, તેમાં બે ચમચી આરારુટ મિક્સ કરી ફરી પાંચેક મિનીટ મસળવું, રસગુલ્લા સોફ્ટ કરવા પનીર નરમ હોવું ખુબ જરૂરી છે, હવે આ પનીરમાંથી એકસરખા માપના ગોળાં તૈયાર કરી લેવા, હવે ચાસણી તૈયાર કરવી આ માટે એક વાસણમાં ખાંડ ને પાણી મિક્સ કરી ધીમા તાપે ગેસ પર મુકવું, હલાવતા જવું, ખાંડ પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી જ ચાસણી કરવી, હવે ગેસ એકદમ ફાસ્ટ કરવો, અને બધા પનીરના ગોળાં આ ચાસણીમાં ઉમેરી દેવા, હવે પાંચ મિનીટ માટે વાસણને ઢાંકી દેવું, આ દરમ્યાન પણ ગેસ ફાસ્ટ જ રહેવા દેવો, પાંચ મિનીટ પછી ઢાંકણ ખોલી રસગુલ્લા ચેક કરવા તેને હળવે હાથે હલાવવા અને થોડું પાણી ઉમેરવું જેથી ચાસણી ઘટ્ટ ના થઇ જાય ,  એવી રીતે દર પાંચ મિનીટે રસગુલ્લામાં થોડું પાણી ઉમેરતા જવું ને હળવા હાથે હલાવતાજવું, ટોટલ 20 મિનીટ થાય એટલે રસગુલ્લા તૈયાર થઇ જશે, ગેસ બંધ કરવો,  રસગુલ્લાને 10 થી 12 કલાક પછી ખાવામાં લઇએ તો તે વધુ મીઠા,જાળીદાર અને ફૂલેલા લાગશે,રસ્ગુલ્લાને હવાચુસ્ત ડબામાં ભરી ફ્રીઝમાં રાખીએ તો તેને 10 દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.મજેદાર રસગુલ્લા તમે પણ બનાવો ને તમારી કમેન્ટ્સ અમને જણાવો.

આ રેસિપી નાં વિડીયો માટે જુઓ YouTube  : http://www.youtube.com/watch?v=f4Kyo54PSTk
Share:

રવિવાર, 12 જાન્યુઆરી, 2014

જીરા બિસ્કીટ - Jeera Biscuit



જીરા બિસ્કીટ:          


      જીરા બિસ્કીટ નાના-મોટા સૌને ભાવતા જ હોય છે, એમાં પણ તેને ચા સાથે ખાવાની તો બહુ મજા આવે છે, તો આજે આપણે જીરા બિસ્કીટ બનાવતા શીખીશું  .


સામગ્રી:

મેંદો = 120 ગ્રામ
માખણ [ બટર ] = 50 ગ્રામ
ખાંડ = 50 ગ્રામ
મીઠું =  1/2 ચમચી અથવા સ્વાદ મુજબ
જીરું = 2 ચમચી અથવા સ્વાદ મુજબ
ખાવાનો સોડા [ સોડા બાય કાર્બ ] = ફક્ત 1 ચપટી
બેકિંગ પાઉડર = 1 ચમચી
પાણી = જરૂર મુજબ


બનાવવાની રીત:

        સૌ પ્રથમ માખણમાં ખાંડનો પાઉડર ઉમેરી તેને ખુબ ફેટવું, ત્યાં સુધી ફેટવું કે ખાંડનો પાઉડર ઓગળીને માખણ સાથે ભળી ના જાય, હવે  આ મિશ્રણમાં મેંદો, સોડા,બેકિંગ પાઉડર અને મીઠું ચાળીને નાખવું, તેમાં જીરું ઉમેરવું બધું હાથ વડે મિક્સ કરવું, અને જરૂર પડે તો જ પાણી નાખી લોટ બાંધી લેવો, હવે આ લોટમાંથી  મોટો લુવો લઇ પાતળો રોટલો વણી લેવો,  તેને ચપ્પુ વડે કટ કરી અથવા મનગમતા આકારના કુકી કટર વડે કટ કરી,તેમાં  કાટા અથવા ચપ્પુ વડે કાપા કરી, બેકિંગ ટ્રે માં ગોઠવવા, હવે બિસ્કીટને ઓવનમાં 180 ડીગ્રી તાપમાન પર 15 મિનીટ માટે બેક કરવા, ખુબજ ટેસ્ટી બિસ્કીટ તૈયાર થઇ જશે,આ બિસ્કીટને ડબામાં ભરી લેવા  .


Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support