મીઠી બુંદી:
મીઠી બુંદી એ એક સ્વાદિષ્ટ મીઠાઈ છે, તેને ગરમ ગરમ ખાવાની તો બહુ મજા પડે છે, તો આજે આપણે
મીઠી બુંદી બનાવતા શીખીશું:
સામગ્રી:
ચણાનો લોટ = 2 કપ
ખાંડ = 3 કપ
કેસર = 1 ચપટી
તેલ = તળવા માટે
ગુલાબની પાંદડી = ગાર્નીસ કરવા
પાણી = જરૂરિયાત પ્રમાણે
બનાવવાની રીત:
સૌ પહેલા એક બાઉલમાં ચણાનો લોટ લેવો, હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ અને હલાવતા જઈ ચીકણું ખીરૂ તૈયાર કરવું, ખીરૂ બહુ ઘટ્ટ પણ ના હોવું જૌઇએ અને પાતળું પણ ના હોવું જોઈએ, ખીરાના બધા ગઠ્ઠા ભાંગી જાય ત્યાં સુધી તેને હલાવી લેવું, હવે એક વાસણમાં 3 કપ ખાંડ અને 2 કપ પાણી લઇ તેની ચાસણી તૈયાર કરવા ગેસ પર મૂકી હલાવતા જવું, ચાસણી તૈયાર કરવા તેમાં તાર જોવાની જરૂર નથી, બસ ખાંડ ઓગળી જાય ને થોડી આંગળીમાં ચીપકે એવી ચાસણી થાય કે ગેસ બંધ કરી દેવો, હવે બીજા વાસણમાં તેલ લઇ તેને ગરમ કરવા ગેસ પર મુકવું, તેલ ગરમ થઇ જાય એટલે ખીરુને ચમચા વડે બુંદી પાડી શકાય તેવો ઝારો લઇ તેમાં રેડવું અને અંગુઠા વડે ઝારાના હેન્ડલને ઠપકારતા જવું , બુંદી તેલમાં પડતી જશે, જો બુંદી પડતા થોડી વાર લાગે તો ખીરામાં થોડું પાણી ઉમેરી, ઝારો ધોઈને બુંદી પાડવી તો બુંદી પડવા લાગશે, આ બુંદીને ગોલ્ડન બ્રાઉન તળી લેવી અને તૈયાર ચાસણીમાં ઉમેરી દેવી, આ રીતે બધી બુંદી તળીને ચાસણીમાં ઉમેરી દેવી, 15 થી 20 મીનીટમાં મીઠી બુંદી તૈયાર થઇ જશે, તેને એક ડીશમાં કાઢી લઇ ગુલાબની પાંદડી વડે ગાર્નીશ કરી સર્વ કરવી .
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો