શુક્રવાર, 6 માર્ચ, 2015

ફ્રૂટ સલાડ - Fruit salad

                                                                     

ફ્રૂટ સલાડ :-

સામગ્રી :-
ફૂલ ક્રીમ દૂધ - 1 લીટર
કસ્ટર્ડ પાઉડર - 1 ચમચો
ખાંડ - 100 ગ્રામ
સ્ટ્રોબેરી - 100 ગ્રામ
કેળા - 1 નંગ
સફરજન - 1 નંગ
ચીકુ - 2 નંગ
હાફૂસ કેરી - 1 નંગ
ક્રીમ અથવા
આઈસ્ક્રીમ
[ સીઝન પ્રમાણે ફ્રુટ લઇ શકાય ]

રીત :-
          સૌ પહેલા એક વાસણમાં ઘી લગાડી તેમાં દૂધ ગરમ કરવા મુકવું, કસ્ટર્ડ પાઉડરને એક ચમચા જેટલા ઠંડા દુધમાં ઓગાળી ઉકાળવા મુકેલ દુધમાં નાખવો, ખાંડ નાખવી અને સતત દુધને હલાવતા રહેવું દુધમાં બે ત્રણ ઉભરા આવે એટલે ગેસ બંધ કરવો અને દુધને ઠંડુ થવા દેવું, હવે બધા ફળને એકસરખા માપમાં સમારી લેવા , તેને ઠંડા કરેલા દુધમાં ઉમેરવા, છેલ્લે ક્રીમ અથવા આઈસ્ક્રીમ નાખવો, તેમાં પણ કેસર આઈસ્ક્રીમ નાખવાથી ફ્રુટ સલાડ ખુબજ ટેસ્ટી લાગશે।


Share:

ગુરુવાર, 5 માર્ચ, 2015

મેથી પાપડનું શાક - Methi papad nu shak

                                             
મેથી પાપડનું શાક :-

સામગ્રી :-
મેથીદાણા  - 100 ગ્રામ
મોટા પાપડ - 2 નંગ
તેલ - 1 ચમચો
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલમરચું - 1 ચમચી
ધાણાજીરું - 1 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
ખાંડ - 1 ચમચી
લીંબુ - અડધું
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી

રીત :-
        સૌ પ્રથમ મેથીને તે ડુબે તેટલું પાણી નાખી અડધો કલાક પલાળવી, ત્યારબાદ તેને પાણી સાથે જ બાફી લેવી , હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ અને જીરું નાખવા તે તતડે એટલે તરત તેમાં બાફેલા મેથીદાણા નાખવા, તે ડુબે તેટલું પાણી નાખી તેમાં મીઠું, ખાંડ, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો નાખી હલાવવું , તે ઉકળે એટલે તેમાં પાપડના નાના ટુકડા કરી નાખવા, એકાદ મિનીટ બાદ ગેસ બંધ કરવો, લીંબુનો રસ નાખી હલાવી લેવું, તૈયાર છે સ્વાદીષ્ટ મેથી પાપડનું શાક.

Share:

આલુમટર - Aalumatar

                                                  
                  
આલુમટર :-

સામગ્રી :-
બટાકા - 200 ગ્રામ
વટાણા - 400 ગ્રામ
ડુંગળી - 2 નંગ
ખસખસ - 1 ચમચો
આખા ધાણા - 1 ચમચો
ઈલાયચી - 6 નંગ
મરી - 6 નંગ
બદામ - 4 નંગ
તજ - 3 નંગ
લવિંગ - 6 નંગ
તેલ - 3 ચમચા
ઘી - 1 ચમચો
ટમેટા - 150 ગ્રામ
મીઠું - સ્વાદાનુસાર
ગરમ મસાલો - 1 ચમચી
લાલ મરચું - 1 ચમચી
કોથમીર - 1/2 ઝૂડી

રીત :-
        સૌ પહેલા બટાકાને છોલી તેના અંદાજે 1 ઇંચના ચોરસ ટુકડા કરવા, પછી તેને તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા, વટાણાને અલગ બાફી લેવા, ડુંગળીઅને કોથમીરને ઝીણી સમારી લેવી, હવે બદામ, તજ, લવિંગ, ખસખસ, ધાણા, મરી, ઈલાયચી વાટી સુકી પેસ્ટ તૈયાર કરવી, ટમેટાની ગ્રેવી તૈયાર કરી લેવી, ત્યારબાદ એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરવા, તેમાં ડુંગળી સાંતળી લેવી, તેમાં ટમેટાની ગ્રેવી નાખી બે મિનીટ કુક કરવી, હવે તેમાં તૈયાર કરેલ સુકી પેસ્ટ ઉમેરવી, બાકીનો મસાલો ઉમેરવો, હલાવીને થોડું ઉકાળવા દેવું, પછી તેમાં વટાણા અને તળેલા બટાકાના ટુકડા અને થોડું પાણી નાખવું, રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો, કોથમીર વડે ગાર્નીશ કરવું, ટેસ્ટી પંજાબી સબ્જી આલુમટર તૈયાર।
Share:

કાજુ ખોયા - kaju khoya

                                                     

કાજુ ખોયા :-

સામગ્રી :-
કાજુ - 200 ગ્રામ
પનીર - 100 ગ્રામ
દહીં - દોઢ કપ
ઘી - 2 ચમચા
મલાઈ - 2 ચમચા
ખસખસ - 20 થી 25 ગ્રામ
ડુંગળી - 2 નંગ
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણાનો પાઉડર
લીલા મરચા - 2 નંગ
લસણ - 8 કળી
આદું - નાનો કટકો
સુકા મરચા - 2
લવિંગ અને તજ - 2 નંગ
કોથમીર - 1/2 ઝૂડી

રીત :-
         સૌ પ્રથમ આદુ,લસણ, લીલા મરચા , સુકા મરચા, તજ, લવિંગ, ધાણા પાઉડર, 1 ડુંગળી, કોથમીર આ બધું સાથે વાટીને તેની પેસ્ટ તૈયાર કરવી, હવે બીજી ડુંગળીને ઝીણી સમારી લેવી, ત્યારપછી 100 ગ્રામ કાજુ અને ખસખસને થોડા પાણીમાં અડધો કલાક પલાળી તેની પણ પેસ્ટ તૈયાર કરવી બાકીના કાજુના નાના ટુકડા કરી લેવા, હવે એક વાસણમાં ઘી ગરમ કરવા મુકવું, તેમાં સમારેલ  ડુંગળી સાંતળી લેવી, હવે તેમાં આદુ મરચાવાળી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી, થોડીવાર તેને સાંતળીને તેમાં કાજુની પેસ્ટ, દહીં, મીઠું, હળદર, ખાંડ અને થોડું પાણી નાખવું, આ બધું ઉકળે એટલે તેમાં કાજુના કટકા અને પનીરને હાથ વડે છુટું કરી તેમાં ઉમેરવું, તેને હલાવી ગેસ બંધ કરવો, મલાઈ વડે ગાર્નીશ કરવું, તો તૈયાર છે ટેસ્ટી પંજાબી સબ્જી કાજુ ખોયા।


Share:

છોલે - ચણા મસાલા - panjabi chhole

                                                                     
છોલે - ચણા મસાલા :-

સામગ્રી :- 
તજ લવિંગનો પાઉડર - 1/4 ચમચી
આદું મરચા લસણની પેસ્ટ - 1 ચમચી
ગરમ મસાલા પાઉડર - 1/2 ચમચી
કાશ્મીરી લાલ મરચું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
છોલે મસાલા પાઉડર - 2 ચમચી
જીરૂ - 1/2 ચમચી
લીંબુ - અડધું
તેલ - 4 ચમચી
ટમેટા - 4 નંગ
ડુંગળી - 3 નંગ
છોલે ચણા - 1 કપ
કોથમીર - ગાર્નીશિંગ  માટે

રીત :-
          સૌ પ્રથમ ચણાને 12 કલાક એટલે કે આખી રાત પાણીમાં પલાળવા, હવે તેમાં ચપટી સોડા નાખી અને 4 કપ પાણી ઉમેરી કુકરની ચાર સીટી વગાડી ચણા બાફી લેવા,  તેનું પાણી દુર કરી નાખવું, હવે ડુંગળી અને કોથમીરને ઝીણી સમારી લેવી, ટમેટાને મિક્સરમાં પીસી તેની પ્યુરી તૈયાર કરી લેવી, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું તેમાં જીરું શેકી લેવા, પછી તેમાં તજ લવિંગનો પાઉડર નાખી તરત જ આદુ, મરચા, લસણની પેસ્ટ ઉમેરી હલાવી લેવું, હવે તેમાં સમારેલ ડુંગળી અને મીઠું નાખવું, ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય પછી તેમાં ટમેટાની પ્યુરી ઉમેરવી, અને બધા મસાલા ઉમેરવા એટલે કે હળદર, ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું, છોલે મસાલા પાઉડર ઉમેરી હલાવી લેવું, આ બધું બે મિનીટ કુક થવા દેવું, હવે તેમાં ચણા ઉમેરી ફરી બે મિનીટ કુક કરવું, હવે ગેસ બંધ કરી છોલેમાં લીંબુનો રસ ઉમેરવો અને કોથમીર વડે ગાર્નીશ કરવું, તૈયાર છે ટેસ્ટી પંજાબી છોલે મસાલા।
Share:

બુધવાર, 4 માર્ચ, 2015

વેજ સ્ટોક - vegetable stock

                                                          


વેજ સ્ટોક :-                                                               

સામગ્રી :-

મરી - 7 થી 8 દાણા
લીલું મરચું - 1 નંગ
તમાલપત્ર - 2 નંગ
ડુંગળી - 2 નંગ
લીલી ડુંગળી - 3 નંગ
ગાજર - 1 નંગ
કોબી - 4 થી 5 મોટા ટુકડા
ફ્લાવર - 4 થી 5 મોટા ટુકડા

રીત :-
        સૌ પહેલા બધા શાકને વ્યવસ્થિત ધોઈને તેને  મોટા ટુકડામાં સમારી લેવાં, હવે એક વાસણમાં બધા શાક લઇ તેમાં મરી, તમાલપત્ર , ને લીલું મરચું ઉમેરવું, હવે આ બધા શાક ડુબે એટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી તેને પાંચ મિનીટ ફાસ્ટ ગેસ પર કુક કરવું ત્યારબાદ ફ્લેમ ધીમી કરી 20 મિનીટ બાફવું, હવે ગેસ બંધ કરી સ્ટોક નું  પાણી ઠંડુ થવા દો , સ્ટોક ઠંડો થાય એટલે તેને રસ ગાળવાની મોટી ગળણી વડે ગાળી લેવો, આ સ્ટોકને હવાચુસ્ત જારમાં બંધ કરી ફ્રીઝરમાં રાખવાથી એક થી બે અઠવાડિયા સુધી  તેનો ઉપયોગ કરી શકાય અને જયારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે એક કલાક પહેલા ફ્રીઝર માંથી તેને બહાર કાઢી લેવો , તો તમે પણ વેજ સ્ટોક બનાવો ને વિવિધ રેસીપીમાં તેનો ઉપયોગ કરો.
Share:

શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

ટમેટાનો સૂપ - Tomato Soup






ટમેટાનો સૂપ :-

સામગ્રી :-

મરી પાઉડર -  1/2 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
જીરૂ -1 ચમચી
કોર્નફલોર - 1 ચમચી
બ્રેડ ક્રમ્સ - 5 થી 6 નંગ
ફીણેલી મલાઈ - 2 થી 3 ચમચી
બટર - 2 ચમચી
ટમેટા - 500 ગ્રામ
પાણી - જરૂર પ્રમાણે

રીત :-
          સૌ પહેલા ટમેટાને ધોઈને સમારી લઇ  તેને મિક્સરમાં પીસી લેવા, હવે એક વાસણમાં બટર ગરમ કરવું, તેમાં જીરૂ શેકી લેવું, ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરવી, થોડું પાણી નાખવું, ત્યારબાદ તેમાં મીઠું, મરી પાઉડર નાખી સૂપ  હલાવી લેવું, હવે કોર્ન ફલોરમાં 1 ચમચી પાણી નાખી તેને હલાવી સૂપમાં મિક્સ કરવું જેથી સૂપ થોડો ઘટ્ટ થશે, હવે વાસણ ઢાકી દઈ ધીમાંતાપે 2 મિનીટ માટે સૂપ ઉકાળવું, હવે ઢાંકણ ખોલી સૂપ હલાવી તેને થોડીવાર ઉકાળી ગેસ બંધ કરવો , સર્વિંગ બાઉલમાં સૂપ કાઢી લઇ, મલાઈ અને બ્રેડ ક્રમ્સ વડે ગાર્નીસ કરવું, ગરમ સૂપ પીવાની મજા માણવી.
Share:

શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

પાલકનો સૂપ - Palak Soup - Spinach soup







પાલકનો  સૂપ :-

સામગ્રી :-

મરી પાઉડર - 1/4 ચમચી
સંચળ - 2 ચપટી
મીઠુ - સ્વાદાનુસાર
લસણ - 7 થી 8 કળી
લીંબુ - અડધું
બ્રેડ ક્રમ્સ - 5 થી 6 નંગ  [ ગાર્નીસિંગ માટે ]
મલાઈ - 3 થી 4 ચમચી  [ ગાર્નીસિંગ માટે ]
ટમેટા - 2 નંગ
પાલકની ભાજી - 250 ગ્રામ


રીત :-
      સૌ પ્રથમ પાલકની ભાજી અને ટમેટાને ધોઈ અને મોટા ટુકડા સમારી લેવા, લસણ ની કળીઓ ફોલી લેવી, હવે તે ત્રણેય ને એક વાસણ માં લઇ તેમાં બે ચમચા જેટલું પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી ફાસ્ટ ગેસ પર ઉભરો આવે તેમ 2 થી 3 મિનીટ ઉકાળવું, ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દઈ પેસ્ટ તૈયાર કરવી, ત્યારબાદ આ પેસ્ટને રસ ગાળવાની મોટી ગળણીમાં ગાળીને તેનું પાણી છુટું પાડવું, હવે આ પાલકના પાણીને એક વાસણમાં લઇ જો તે ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી તેને ગરમ કરવું, હવે તેમાં મીઠું, સંચળ અને મરી પાઉડર ઉમેરવો, બે - ત્રણ મિનીટ ઉકાળી ગેસ બંધ કરવો, લીંબુનો રસ કાઢી સૂપમાં ઉમેરવો, હવે સૂપને એક સર્વિંગ બાઉલમાં કાઢી તેને મલાઈ અને બ્રેડ ક્રમ્સ વડે ગાર્નીસ કરવું, ગરમાગરમ અને હેલ્ધી પાલક સૂપની મજા માણવી  .


Share:

પાલક પનીરનું શાક - Palak Paneer Subji





પાલક પનીરનું શાક:-

સામગ્રી :-
જીરું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
ગરમ મસાલો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1/2 ચમચી
લસણ આદુની પેસ્ટ - 1 ચમચી
લીલા મરચા - 2 નંગ
ડુંગળી - 1 નંગ
ટમેટા - 2 નંગ
કોથમીર - 1/2 ઝૂડી
લીંબુ -  અડધું
ચણાનો લોટ - 1 ચમચી
ક્રીમ - 2 થી 3 ચમચી  [ ગાર્નીશિંગ માટે ]
પાલકની ભાજી - 250 ગ્રામ
પનીર ક્યુબ - 100 ગ્રામ
તેલ - 4 ચમચી
પાણી - જરૂર પ્રમાણે

રીત :-
         સૌ પહેલા પાલકની ભાજી વ્યવસ્થિત ધોઈ લેવી અને લીલા મરચા, ડુંગળી, ટમેટા, કોથમીરને ઝીણાં સમારી લેવા. હવે એક પાનમાં પાલક,સમારેલી  કોથમીર અને મરચા લેવા તેમાં બે ચમચા જેટલું પાણી નાખી  ઢાંકણ બંધ કરી 5 થી 7 મીનીટ બાફવા , તેને ઠંડુ થવા દેવું અને તેની પેસ્ટ તૈયાર કરવી, હવે એક પાનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં પનીર ક્યુબ નાખી તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ધીમા તાપે  સાંતળવા, તે એક ડીસમાં કાઢી લેવા અને ફરી એજ પાનમાં બાકીનું તેલ લઇ તે થોડું ગરમ થાય એટલે તેમાં જીરું શેકી લેવું, તેમાં હળદર અને ચણાનો લોટ નાખીને તરત જ તેમાં લસણ આદુની પેસ્ટ ઉમેરી તેને હલાવી સમારેલી ડુંગળી સાંતળવી, મીઠું નાખવું ત્યારબાદ તેમાં સમારેલ ટામેટા ઉમેરી  1 થી 2 મિનીટ માટે
પકાવવા , હવે તેમાં પાલક  ભાજીની પેસ્ટ ઉમેરી દેવી અને ગરમ મસાલો, ધાણા પાઉડર, લીંબુનો રસ બધું મિક્સ કરી દેવું 1થી 2 મિનીટ કુક થવા દેવું, હવે તેમાં પનીર ક્યુબ નાખી હલાવી અને ઢાંકણ બંધ કરી બે મિનીટ બાદ ગેસ બંધ કરી દેવો, છેલ્લે પાલક પનીરને ક્રીમ વડે ગાર્નીશ કરવું, ટેસ્ટી પંજાબી સબ્જી પાલક પનીર તૈયાર .
Share:

શનિવાર, 17 જાન્યુઆરી, 2015

Recent Posts

Unordered List

Pages

Theme Support