બુધવાર, 18 માર્ચ, 2015

બૈંગન કા ભરથા - Baingan ka bhartha


બૈંગન કા ભરથા :-

સામગ્રી :-
મોટું રીંગણ [ 200 ગ્રામ જેટલું ] - 1 નંગ
લીલી ડુંગળી - 2 નંગ
લીલા મરચા - 2 નંગ
ટમેટા - 2 નંગ
કોથમીર - 1/2 ઝૂળી
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
તેલ - 2 ચમચા
જીરું - 1/2 ચમચી
હિંગ - 1/4 ચમચી
ગરમ મસાલા - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1/4 ચમચી
 [ લીલી ડુંગળીના બદલે સુકી ડુંગળી પણ લઇ શકાય, તો કોથમીર વધુ લેવી ]

રીત :-
            સૌ પ્રથમ લીલી  ડુંગળી, ટામેટા, કોથમીર અને લીલા મરચાને ઝીણા સમારી લેવા, હવે રીંગણ પર હાથ વડે તેલ લગાવવું, તેમાં ચપ્પુ વડે કાપા  કરવા જેથી શેકતી વખતે તે અચાનકફૂટે નહી, ક્યારેક રીંગણ અંદરથી ખરાબ હોઈ શકે આ માટે તેની પર કાપા કરવાની બદલે તેને ઉપરથી થોડા કટ કરીને પણ જોઈ શકાય, હવે તેને સીધા ગેસની હાઈ ફ્લેમ પર પણ શેકી શકાય અને માઇક્રોવેવમાં પણ શેકી શકાય, માઇક્રોવેવમાં શેકવા માટે તેને માઈક્રો હાઈ પર 5 મિનીટ રાખવું, અને ગેસ પર શેકવા તેને હાઈ ફ્લેમ પર મૂકવું, એક ભાગેથી શેકાય એટલે ગોળ ફેરવી બીજો ભાગ શેકવો, આ રીતે આખું રીંગણ શેકવું, તેને દબાવતા એકદમ સોફ્ટ લાગે એટલે ગેસ બંધ કરી ઠંડુ કરવું, હવે રીંગણની છાલ ઉતારી તેને ચોપ કરી લેવું, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું તેમાં જીરું શેકવું, તેમાં હિંગ ,લીલા મરચા અને આદુ મરચાની પેસ્ટ નાખવી,
તેને હલાવી સમારેલ લીલી  ડુંગળી અને મીઠું નાખવું, તેને બે મિનીટ સાંતળી તેમાં સમારેલ ટમેટા નાખવા,હવે બાકીના મસાલા હળદર, લાલ મરચું , ધાણા પાઉડર અને ગરમ મસાલો નાખવો, બે મિનીટ કુક થવા દઈ તેમાં બાફી ચોપ કરેલ રીંગણ નાખવું, હલાવી ને થોડીવાર રહેવા દઈ ગેસ બંધ કરવો, કોથમીર નાખી હલાવી લેવો, ટેસ્ટી બૈંગન કા ભરથા તૈયાર.

Share:

મંગળવાર, 17 માર્ચ, 2015

બાટી - Baati

                                                                    

બાટી :-

સામગ્રી :-
ઘઉંનો જાડો લોટ - 2 કપ
મીઠું - સ્વાદાનુસાર
બેકિંગ પાઉડર - 1/4 ચમચી
દેશી ઘી - 1/2 કપ લોટ બાંધવા અને બાકીનું ઘી બાટી બોળવા માટે
પાણી - જરૂર પ્રમાણે

રીત :-
          સૌ પ્રથમ ઘઉંના જાડા  લોટમાં મીઠું, બેકિંગ પાઉડર, 1/2 કપ ઘી અને ખુબજ ઓછા પાણી સાથે કઠણ લોટ બાંધવો, હવે આ લોટમાંથી  રોટલીના લુવાથી સહેજ મોટો લુવો લઇ હાથ વડે દબાવતા જઈ ગોળો તૈયાર કરવો, આ રીતે લોટમાંથી ગોળા તૈયાર કરી લેવા, હવે એક બેકિંગ ટ્રે માં તેલ લગાવી [ગ્રીઝ કરી ] બાટી માટે તૈયાર કરેલા ગોળા તેમાં સહેજ દબાવતા જઈ ગોઠવવા , ત્યારબાદ ઓવનને 180' સેન્ટીગ્રેડ પર પ્રી હિટ કરી, 20 મિનીટ માટે બાટી શેકવી, સામાન્ય રીતે બાટી શેકવા તંદુરનો ઉપયોગ થાય છે, જેમાં તેને હાઈ હિટ પર શેકવામાં આવે છે, જયારે ઓવનમાં લઘુત્તમ તાપમાનમાં પણ તે એકદમ ક્રિસ્પી બને છે, હવે આ તૈયાર કરેલ બાટીમાં ચમચી વડે કાપા કરતા જઈ એક કટોરીમાં ઘી લઇ તેમાં તેને બોળતા જઈ સર્વિંગ પ્લેટ પર ગોઠવવી, સ્વાદિષ્ટ રાજસ્થાની  દાલબાટીમાનું એક વ્યંજન બાટી તૈયાર।

Share:

સોમવાર, 16 માર્ચ, 2015

આલુ પરાઠા - Aloo parotha

                                                            

આલુ પરાઠા :-

સામગ્રી :-

મધ્યમ કદનાં બટાકા - 2 થી 3 નંગ
રોટલીનો લોટ - 2 કપ
અટામણ - જરૂર મુજબ
લીલા મરચા - 2 નંગ
ડુંગળી - 2 નંગ
કોથમીર - 1/2 ઝૂળી
તેલ - જરૂર મુજબ
મીઠું - સ્વાદાનુસાર
ધાણાજીરું પાઉડર - 2 ચમચી
હળદર - 1/4 ચમચી
ચાટ મસાલો - 1/2 ચમચી
લાલ મરચું - 1 ચમચી

રીત :-
          સૌ પ્રથમ બટાકા બાફવા, બટાકા એવી રીતે બાફવા કે તે ચીકણા ના પડે, આ માટે તેને બાફવા માઇક્રોવેવ અથવા કુકરમાં ઓછું પાણી નાખી તેને અધકચરા બાફવા, ડુંગળી, લીલામરચા અને કોથમીર ઝીણી સમારી લેવી, હવે બાફેલા બટાકાનો માવો કરી, તેમાં સમારેલ ડુંગળી, લીલા મરચા, કોથમીર, હળદર,લાલ મરચું, ચાટ મસાલો, ધાણાજીરું પાઉડર અને ચાટ મસાલામાં સહેજ ખારાશ હોવાથી મીઠું માપમાં ઉમેરી મસાલો તૈયાર કરવો , હવે રોટલીના લોટમાંથી બે રોટલી વણવી, રોટલી વણવા બહુ અટામણ લેવું નહી, હવે એક રોટલી લઇ તેની ઉપર બટાકાનો મસાલો પાથરવો, તેની પર બીજી રોટલી રાખી નીચેની રોટલીની કિનારી સાથે આ રોટલીની કિનારી ફોલ્ડ કરવી, હવે હળવા હાથે આ પરાઠાને વણવો, આ રીતે બધા પરાઠા વણી લેવા, હવે એક તવાને ગરમ કરવો, તવો ગરમ થાય કે પરાઠાને શેકવા નાખવો, પરાઠામાં સહેજ બબલ દેખાય કે તેની સાઈડ બદલવી હવે ઉપરની બાજુ એક ચમચી જેટલું તેલ લગાવવું, નીચેની બાજુ શેકાય કે સાઈડ બદલી પરાઠાને તવેથા વડે દબાવી તળવો, હવે બીજી બાજુ પણ તેલ લગાવી તેને સાઈડ  બદલી દબાવતા જઈ તળી લેવો , આ રીતે બધા પરાઠા તળી લેવા, આલુ પરાઠાને નાસ્તામાં પણ લઇ શકાય અને જમવામાં કે દહીં સાથે પણ ખુબ ટેસ્ટી લાગે છે.
 
Share:

શનિવાર, 14 માર્ચ, 2015

આલુ ટીક્કી - Aloo tikki

                                                          

આલુ ટીક્કી :-

સામગ્રી :-
બટાકા - 300 ગ્રામ
લીલા વટાણા - 3/4 કપ
પનીર - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
ગરમ મસાલો - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
આમચૂર - 1/4 ચમચી
ખાંડ - 1/2 ચમચી
કોથમીર - 1/4 ઝૂળી અથવા 2 ચમચી
તેલ - તળવા માટે

રીત :-
       આલુ ટીક્કી બનાવવા માટે બટાકાનો માવો ઉપયોગમાં લેવાય છે, અને તે ડ્રાય હોવો ખુબ જરૂરી છે, કારણ કે જો તે ચીકણો હોય તો ટીક્કી તળવા સમયે વિખરાઈ જાય છે, આ માટે બટાકામાંથી ત્રણ રીતે કોરો માવો તૈયાર કરી શકાય, 1. જયારે ટીક્કી બનાવવી હોય તેના 6 થી 7 કલાક પહેલા બટાકા બાફી, તેનો માવો કરી તેને ફ્રીઝમાં ઢાંક્યા વગર મુકવો  2. બટાકાને માઇક્રોવેવમાં  બાફી તેનો માવો ઉપયોગમાં લેવો 3. બટાકાને અધકચરા બાફી, છીણી તેને ઉપયોગમાં લેવા, સૌ પહેલા વટાણાને અધકચરા વાટી લેવા, તેમાં પનીરને હાથ વડે મસળી લેવું, હવે તેમાં વટાણા પુરતું મીઠું અને બાકીનો મસાલો ઉમેરવો, કોથમીર ઝીણી સમારીને નાખવી,આ ટીક્કીમાં ભરવાનું ફીલિંગ છે, હવે બટાકાના માવામાં મીઠું નાખી, તેને બહુ મસળ્યા વગર એકસરખા લુવા તૈયાર કરવા, છતાં જો માવો ચીકણો લાગે તો 2 ચમચી કોર્નફ્લોર નાખી લુવા તૈયાર કરવા, હવે આ લુવાને લઇ તેને વચ્ચે હથેળી અથવા આંગળા વડે દબાણ આપી ખાડો કરવો , તેમાં લુવા થી ત્રીજા ભાગનું તૈયાર કરેલ ફીલિંગ ભરી તેને અંદર બંધ થાય તેમ લુવાની કોર ભેગી કરી, હળવા હાથે દબાણ આપવું, આમ બધી ટીક્કી તૈયાર કરવી, હવે એક નોન સ્ટીક માં 2 થી 3 ચમચી તેલ ફેલાવવું, તે ગરમ થાય એટલે તેમાં બટાકાના માવાની એક નાની ગોળી બનાવી તેલમાં નાખવી જો તે વિખરાઈ તો તેલ વધુ ગરમ કરવું, ના વિખરાઈ તો પાંચેક ટીક્કી તળવા ધીમેથી નાખવી, તે નીચેથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે ધીમેથી સાઈડ બદલવી, જરૂર પડે તો તેલ નાખી બીજી બાજુ પણ સરખી તળવી, આ રીતે બધી ટીક્કી તૈયાર કરવી, ટિક્કીને કડાઈમાં તેલ લઇ તેલડૂબ  પણ તળી શકાય, લીલી અથવા લાલ ચટણી અથવા કેચપ કે ગમે તેની સાથે ટિક્કીનો નાસ્તો ટેસ્ટી જ લાગશે।

Share:

આલુ ગોબી - Aloo gobi


આલુ ગોબી :-

સામગ્રી :-
બટાકા - 250 ગ્રામ
ફ્લાવર - 250 ગ્રામ
ટમેટા - 2 નંગ
ડુંગળી - 2 નંગ
લીલા મરચા - 3 નંગ
આદૂ - 1 ઇંચ
લસણ - 3 કળી
જીરું - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણાજીરું પાઉડર - 1 ચમચી
ગરમ મસાલો - 1 ચમચી
લાલ મરચુ - 1 ચમચી
તેલ - 1, 1/2 ચમચો ઉપરાંત શાક તળવા માટે
કોથમીર - 1 ઝૂળી

રીત :-
        સૌ પ્રથમ ફ્લાવર [ ફૂલ ગોબી ] અને બટાકાને સારી રીતે ધોઈ તેને સમારી લેવા, બટાકાને છોલી  થોડા પાતળા સમારવા,  બટાકાને સ્થાને નાની બટાકી પણ લઇ શકાય, બટાકી હોય તો છોલી તેમાં કાપા પાડી લેવા, હવે પહેલા બટાકાને ગોલ્ડન બ્રાઉન કલરના તળવા, ત્યારબાદસમારેલ  ફ્લાવરને બ્રાઉન તળવા, હવે આદુ, લીલા મરચા અને લસણને કટ કરી તેની પેસ્ટ તૈયાર કરવી,ડુંગળીને ઝીણી સમારવી, કોથમીર  અને ટમેટા પણ ઝીણા સમારવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, હવે તેમાં જીરું શેકવું,ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી સમારેલ ડુંગળી નાખવી, મીઠું નાખી ડુંગળીને કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળવી, હવે તેમાં સમારેલ ટમેટા નાખી બે મિનીટ કુક કરવા, તે સ્મૂથ થાય એટલે હળદર, ધાણાજીરું પાઉડર, લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલોઅને કોથમીર અડધા ભાગની નાખવી , હવે તેમાં તળેલા ફ્લાવર, બટાકા અને 3/4 કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાંચ મિનીટ ઉકળવા દેવું, ત્યારબાદ તેમાં બાકીનો ગરમ મસાલો નાખી, હલાવી ગેસ બંધ કરવો,  સબ્જીને સમારેલ કોથમીર વડે ગાર્નીશ કરવી। 
       
Share:

શુક્રવાર, 13 માર્ચ, 2015

આલુ બૈંગન - Aloo Baingan


આલુ બૈંગન :-

સામગ્રી :-
બટાકા - 250 ગ્રામ
રીંગણ - 250 ગ્રામ
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1/2 ચમચી
લાલમરચું - 1/2 ચમચી
લસણની પેસ્ટ - 1/2 ચમચી
ખાંડ -  1/2 ચમચી
કોથમીર - 1/2 ઝૂડી
તેલ - 1 ચમચા

રીત :-
           સૌ પહેલા બટાકા અને રીંગણને ધોઈ તેના  એક સરખા ટુકડા કરવા, બટાકાના ટુકડા થોડા પાતળા રાખવા કારણ કે બટાકા રીંગણ કરતા થોડા મોડા પાકે છે, તેને પાતળા રાખવા થી તે પણ રીંગણ સાથે જ પાકી જશે, હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, તેમાં રાઈ અને જીરું નાખવા, તે તતડે એટલે તેમાં લસણની પેસ્ટ નાખી તેને હલાવી સમારેલ રીંગણ, બટાકા નાખવા હવે તેમાં મીઠું, હળદર, ધાણા પાઉડર, લાલમરચું અને ખાંડ નાખી દેવી, બે મિનીટ ધીમા તાપે શાક હલાવતા જઈ સાંતળવું, હવે તેમાં 1 કપ પાણી નાખવું, તેને કુકરમાં વઘારેલ હોય તો ત્રણ સીટી કરવી, અને કોઈ બીજા વાસણમાં હોય તો ઢાંકણ બંધ કરી મધ્યમ તાપમાં 10 મિનીટ પકાવવું, જો રસો વધુ જોઈએ તો થોડું પાણી નાખી 1 મિનીટ ફરી ઉકાળી શાક પાકે એટલે ગેસ બંધ કરવો, કોથમીર વડે ગાર્નીશ કરવું, ટેસ્ટી શાક તૈયાર।


Share:

મંગળવાર, 10 માર્ચ, 2015

અંજીરનો હલવો - Anjir halawa

                                                         

અંજીરનો હલવો :-

સામગ્રી :-
અંજીર -100 ગ્રામ
દેશી ઘી - 4 ચમચા
ખાંડ - 3 ચમચા
ઈલાયચી પાઉડર - 2 ચપટી
બદામ - 10 થી 12 નંગ
પાણી - 1 કપ

રીત :-
       સૌ પ્રથમ બદામને અડધો કલાક માટે પાણીમાં પલાળવી, હવે કૂકરમાં અંજીર લેવા અને તેમાં 3/4 કપ પાણી નાખી તેને ફાસ્ટ ગેસ પર બાફવા મુકવા, કુકરમાં એઈર ભરાય એટલે ગેસ બંધ કરવો, સીટી ના થવા દેવી, હવે કૂકરને ઠંડુ થવા દેવાની રાહ જોવી, કૂકરમાંથી બાફ નીકળી જાય પછી જ ઢાંકણ ખોલવું, ત્યારબાદ આ બાફેલ અંજીરનું પાણી દુર કરી, તેને મિક્સર જારમાં લઇ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી, હવે પલાળેલ બદામની છાલ ઉતારી તેને નટ કટર વડે કટ કરી તેની છીણ તૈયાર કરવી, ત્યાર બાદ એક વાસણમાં ઘી ગરમ કરવા મુકવું, તેમાં બદામની છીણ નાખી તેને બે મિનીટ સાંતળી લેવી, હવે તેમાં અંજીરની પેસ્ટ, 1/4 કપ પાણી અને ખાંડ નાખી તેને હલાવતા જઈ તેમાંનું પાણી બળે ત્યાં સુધી હલાવો કુક કરવો,  પાણી  બળતા લગભગ દસેક મિનીટ થશે, ત્યારબાદ ગેસ બંધ કરવો, તેમાં ઈલાયચી પાઉડર ભભરાવવો, છેલ્લે તેને સર્વિંગ બાઉલમાં લઇ બદામની છીણ વડે ગાર્નીશ કરવો, એકદમ ટેસ્ટી અંજીર હલવો તૈયાર।
Share:

સોમવાર, 9 માર્ચ, 2015

અવિયલ [કેરાલા] - Avial

                                                                                               

અવિયલ [કેરાલા] :-

સામગ્રી :-
ગાજર - 2 નંગ
દુધી - 200 ગ્રામ
મોટું કાચું કેળુ - 1 નંગ
ફણસી - 10 થી 12 નંગ
સૂરણ - 1 કપ
છીણેલું તાજુ નાડીયલ - 1 કપ
લીલા મરચા - 2 નંગ
ડુંગળી - 1 નંગ
કોપરેલ  તેલ - 1 ચમચો
દહીં - 1/2 કપ
મીઠું - સ્વાદપ્રમાણે
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
પાણી - 1/2 કપ

રીત :-
     સૌ પ્રથમ સુરણ, ગાજર, દુધી, કાચું કેળું અને ફણસીને આશરે 2 ઇંચ લાંબા, પાતળા ચોરસ ટુકડામાં કાપી લો, હવે એક વાસણમાં કોપરેલ તેલ ગરમ કરવા મુકવું, તેમાં બધા સમારેલ શાક નાખી બે મિનીટ હલાવતા જઈ સાંતળવા, હવે તેમાં પાણી, હળદર અને લાલમરચું નાખી હલાવી લેવું, વાસણમાં ઢાંકણ ઢાકી શાકને ધીમાતાપે અધકચરા બાફવા, હવે નાડીયલનું તાજુ છીણ, 2 લીલા મરચાના કટકા કરી લેવા અને ડુંગળીને ઝીણી સમારી લેવી, આ ત્રણેય વસ્તુ મિક્સર જારમાં લઇ અધકચરી વાટી પેસ્ટ તૈયાર કરવી, હવે આ પેસ્ટને બાફવા મુકેલ શાકમાં ઉમેરી હલાવી લેવું, ફરી તેને ઢાંકી 2 મિનીટ પકાવવું, છેલ્લે તેમાં દહીં ઉમેરી 2 મિનીટ કુક થવા દઈ, ગેસ બંધ કરવો , કેરાલામાં તહેવાર દરમ્યાન બનતી લોકપ્રિય ટેસ્ટી અને હેલ્ધી વાનગી અવિયલ તૈયાર।
Share:

શનિવાર, 7 માર્ચ, 2015

વેજ કોલ્હાપુરી - Veg kolhapuri

                                                               

વેજ કોલ્હાપુરી :-

સામગ્રી :-
વટાણા - 50 ગ્રામ
ગાજર - 100 ગ્રામ
ફણસી - 100 ગ્રામ
ફ્લાવર - 150 ગ્રામ
ડુંગળી - 4 નંગ 
કોળું અથવા બટાકા - 1 કપ 
ટમેટા - 3 નંગ
લાલ મરચા આખા  - 2 નંગ ગાર્નીશ કરવા
કેપ્સીકમ - 1 નંગ
આદુની પેસ્ટ - 1 ચમચી
લસણની પેસ્ટ - 1ચમચી અને 10 કળી લસણ ઝીણા સમારેલ
કાજુની પેસ્ટ - 2 ચમચી
કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ- 2 ચમચી
તેલ - તળવા માટે + 2 ચમચા વઘાર માટે
બટર - 3 ચમચી
લીલા મરચા - 2 નંગ

તમાલપત્ર - 2 નંગ 
મરી - 2 નંગ
તજ - 2 નંગ
લવિંગ - 2 નંગ
ઈલાયચી - 2 નંગ ફોલીને પાઉડર કરવો

ગરમ  મસાલો -1 ચમચી
કસુરી મેથી - 1/2 ચમચી
પંજાબી ગરમ મસાલો
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
મીઠું - સ્વાદમુજબ
લીંબુ - ફાડ કરી સર્વ કરવા


રીત :-
       સૌ પહેલા ફ્લાવર, કોળું, ફણસી, અને ગાજરના 1 ઇંચ જેટલા ચોરસ ટુકડા કરી લેવા અને તેને તેલ ગરમ કરી તેમાં તેલડૂબ તળી લેવા [ડીપફ્રાય ], સબ્જીનો થોડો કલર બદલે તેટલી વાર જ તળવી, તેમાં પંજાબી ગરમ મસાલો  અને કસુરી મેથી ભભરાવવી, હવે બે ડુંગળીને સમારી તેને થોડા તેલમાં બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળીને ઠંડી કરી મીક્ષરમાં તેની પેસ્ટ કરી લેવી, હવે 1 ડુંગળીને ઝીણી સમારી લેવી, ટમેટાની મિક્સર માં પ્યુરી બનાવી લેવી, હવે એક વાસણમાં 2 ચમચા તેલ ગરમ કરવું  તેમાં તજ, લવિંગ, મરી અને તમાલપત્ર નાખી શેકવા, ત્યારબાદ તેમાં સમારેલ ડુંગળી અને મીઠું નાખી તેને થોડીવાર સાંતળવી, હવે તેમાં ડુંગળીની તૈયાર કરેલ પેસ્ટ અને ટમેટાની પ્યુરી ઉમેરવી થોડું પાણી નાખવું, હવે તેમાં  લસણ ની પેસ્ટ, 1/2 ચમચી આદુની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ અને કાજુની પેસ્ટ નાખવી,તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરવો, આ ગ્રેવીને બે મિનીટ કુક થવા દેવી, હવે 1 ડુંગળી, કેપ્સીકમ અને 2 લીલા મરચાને 1 ઇંચના ચોરસ ટુકડામાં કાપી લેવા, તેને  એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં નાખવા, આદુની પેસ્ટ અને સમારેલ લસણ નાંખી સહેજ ઉછાળતા જઈ[ ટોસ કરી] આ બધું સાંતળી લેવું તેમાં તૈયાર કરેલ ગ્રેવી અને તળેલ સબ્જી ઉમેરવી, છેલ્લે 3 ચમચી બટર નાખી હલાવીને ગેસ બંધ કરવો, તેને લાલ મરચા અને લીંબુની ફળ સાથે સર્વ કરવું, ટેસ્ટી વેજ  કોલ્હાપુરી તૈયાર।
Share:

શુક્રવાર, 6 માર્ચ, 2015

બાસુંદી - Basundi

                                                                    

બાસુંદી :-

સામગ્રી :-
દૂધ - 1 લીટર
ખાંડ - 100 ગ્રામ
બદામ - 12 થી 15 નંગ
પિસ્તા - 12 થી 15 નંગ
કાજૂ - 12 થી 15 નંગ
ઈલાયચી - 5 નંગ
જાયફળનો પાઉડર - 1 ચપટી
થોડું કેસર

રીત :-
         સૌ પ્રથમ બદામ, પિસ્તા  અને કાજૂના નાના ટુકડા કરી લેવા, ઈલાયચી ફોલી તેનો પાઉડર કરી લેવો, હવે એક વાસણમાં ઘી લગાડી દૂધ ગરમ કરવા મૂકવું, તે તળિયામાં ચોંટે નહિ તે માટે તેને સતત હલાવ્યા કરવું, દૂધ ઉકળીને ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરવી, દૂધ એટલું ઘટ્ટ કરવું કે તેમાં રહેલ ક્રીમ વાસણની સાઈડમાં ચોટવા લાગે, હવે તેમાં કટ્ટ કરેલા ડ્રાયફ્રુટ નાખવા, પાંચેક મિનીટ ફરી  હલાવતા જઈ દૂધ ઉકાળવું, હવે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી અને જાયફળનો પાઉડર  નાખવો, છેલ્લે કેસર ઉમેરવું, બાસુંદી તૈયાર, બાસુંદી ગરમ અથવા ફ્રીઝમાં ઠંડી કરેલ બન્ને રીતે ખાઈ શકાય છે, તે બહું સ્વાદિષ્ટ લાગે છે।


Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support