અંજીરનો હલવો :-
સામગ્રી :-
અંજીર -100 ગ્રામ
દેશી ઘી - 4 ચમચા
ખાંડ - 3 ચમચા
ઈલાયચી પાઉડર - 2 ચપટી
બદામ - 10 થી 12 નંગ
પાણી - 1 કપ
રીત :-
સૌ પ્રથમ બદામને અડધો કલાક માટે પાણીમાં પલાળવી, હવે કૂકરમાં અંજીર લેવા અને તેમાં 3/4 કપ પાણી નાખી તેને ફાસ્ટ ગેસ પર બાફવા મુકવા, કુકરમાં એઈર ભરાય એટલે ગેસ બંધ કરવો, સીટી ના થવા દેવી, હવે કૂકરને ઠંડુ થવા દેવાની રાહ જોવી, કૂકરમાંથી બાફ નીકળી જાય પછી જ ઢાંકણ ખોલવું, ત્યારબાદ આ બાફેલ અંજીરનું પાણી દુર કરી, તેને મિક્સર જારમાં લઇ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી, હવે પલાળેલ બદામની છાલ ઉતારી તેને નટ કટર વડે કટ કરી તેની છીણ તૈયાર કરવી, ત્યાર બાદ એક વાસણમાં ઘી ગરમ કરવા મુકવું, તેમાં બદામની છીણ નાખી તેને બે મિનીટ સાંતળી લેવી, હવે તેમાં અંજીરની પેસ્ટ, 1/4 કપ પાણી અને ખાંડ નાખી તેને હલાવતા જઈ તેમાંનું પાણી બળે ત્યાં સુધી હલાવો કુક કરવો, પાણી બળતા લગભગ દસેક મિનીટ થશે, ત્યારબાદ ગેસ બંધ કરવો, તેમાં ઈલાયચી પાઉડર ભભરાવવો, છેલ્લે તેને સર્વિંગ બાઉલમાં લઇ બદામની છીણ વડે ગાર્નીશ કરવો, એકદમ ટેસ્ટી અંજીર હલવો તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો