આલુ ટીક્કી :-
સામગ્રી :-
બટાકા - 300 ગ્રામ
લીલા વટાણા - 3/4 કપ
પનીર - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
ગરમ મસાલો - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
આમચૂર - 1/4 ચમચી
ખાંડ - 1/2 ચમચી
કોથમીર - 1/4 ઝૂળી અથવા 2 ચમચી
તેલ - તળવા માટે
રીત :-
આલુ ટીક્કી બનાવવા માટે બટાકાનો માવો ઉપયોગમાં લેવાય છે, અને તે ડ્રાય હોવો ખુબ જરૂરી છે, કારણ કે જો તે ચીકણો હોય તો ટીક્કી તળવા સમયે વિખરાઈ જાય છે, આ માટે બટાકામાંથી ત્રણ રીતે કોરો માવો તૈયાર કરી શકાય, 1. જયારે ટીક્કી બનાવવી હોય તેના 6 થી 7 કલાક પહેલા બટાકા બાફી, તેનો માવો કરી તેને ફ્રીઝમાં ઢાંક્યા વગર મુકવો 2. બટાકાને માઇક્રોવેવમાં બાફી તેનો માવો ઉપયોગમાં લેવો 3. બટાકાને અધકચરા બાફી, છીણી તેને ઉપયોગમાં લેવા, સૌ પહેલા વટાણાને અધકચરા વાટી લેવા, તેમાં પનીરને હાથ વડે મસળી લેવું, હવે તેમાં વટાણા પુરતું મીઠું અને બાકીનો મસાલો ઉમેરવો, કોથમીર ઝીણી સમારીને નાખવી,આ ટીક્કીમાં ભરવાનું ફીલિંગ છે, હવે બટાકાના માવામાં મીઠું નાખી, તેને બહુ મસળ્યા વગર એકસરખા લુવા તૈયાર કરવા, છતાં જો માવો ચીકણો લાગે તો 2 ચમચી કોર્નફ્લોર નાખી લુવા તૈયાર કરવા, હવે આ લુવાને લઇ તેને વચ્ચે હથેળી અથવા આંગળા વડે દબાણ આપી ખાડો કરવો , તેમાં લુવા થી ત્રીજા ભાગનું તૈયાર કરેલ ફીલિંગ ભરી તેને અંદર બંધ થાય તેમ લુવાની કોર ભેગી કરી, હળવા હાથે દબાણ આપવું, આમ બધી ટીક્કી તૈયાર કરવી, હવે એક નોન સ્ટીક માં 2 થી 3 ચમચી તેલ ફેલાવવું, તે ગરમ થાય એટલે તેમાં બટાકાના માવાની એક નાની ગોળી બનાવી તેલમાં નાખવી જો તે વિખરાઈ તો તેલ વધુ ગરમ કરવું, ના વિખરાઈ તો પાંચેક ટીક્કી તળવા ધીમેથી નાખવી, તે નીચેથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે ધીમેથી સાઈડ બદલવી, જરૂર પડે તો તેલ નાખી બીજી બાજુ પણ સરખી તળવી, આ રીતે બધી ટીક્કી તૈયાર કરવી, ટિક્કીને કડાઈમાં તેલ લઇ તેલડૂબ પણ તળી શકાય, લીલી અથવા લાલ ચટણી અથવા કેચપ કે ગમે તેની સાથે ટિક્કીનો નાસ્તો ટેસ્ટી જ લાગશે।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો