આલુ બૈંગન :-
સામગ્રી :-
બટાકા - 250 ગ્રામ
રીંગણ - 250 ગ્રામ
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1/2 ચમચી
લાલમરચું - 1/2 ચમચી
લસણની પેસ્ટ - 1/2 ચમચી
ખાંડ - 1/2 ચમચી
કોથમીર - 1/2 ઝૂડી
તેલ - 1 ચમચા
રીત :-
સૌ પહેલા બટાકા અને રીંગણને ધોઈ તેના એક સરખા ટુકડા કરવા, બટાકાના ટુકડા થોડા પાતળા રાખવા કારણ કે બટાકા રીંગણ કરતા થોડા મોડા પાકે છે, તેને પાતળા રાખવા થી તે પણ રીંગણ સાથે જ પાકી જશે, હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, તેમાં રાઈ અને જીરું નાખવા, તે તતડે એટલે તેમાં લસણની પેસ્ટ નાખી તેને હલાવી સમારેલ રીંગણ, બટાકા નાખવા હવે તેમાં મીઠું, હળદર, ધાણા પાઉડર, લાલમરચું અને ખાંડ નાખી દેવી, બે મિનીટ ધીમા તાપે શાક હલાવતા જઈ સાંતળવું, હવે તેમાં 1 કપ પાણી નાખવું, તેને કુકરમાં વઘારેલ હોય તો ત્રણ સીટી કરવી, અને કોઈ બીજા વાસણમાં હોય તો ઢાંકણ બંધ કરી મધ્યમ તાપમાં 10 મિનીટ પકાવવું, જો રસો વધુ જોઈએ તો થોડું પાણી નાખી 1 મિનીટ ફરી ઉકાળી શાક પાકે એટલે ગેસ બંધ કરવો, કોથમીર વડે ગાર્નીશ કરવું, ટેસ્ટી શાક તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો