બૈંગન કા ભરથા :-
સામગ્રી :-
મોટું રીંગણ [ 200 ગ્રામ જેટલું ] - 1 નંગ
લીલી ડુંગળી - 2 નંગ
લીલા મરચા - 2 નંગ
ટમેટા - 2 નંગ
કોથમીર - 1/2 ઝૂળી
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
તેલ - 2 ચમચા
જીરું - 1/2 ચમચી
હિંગ - 1/4 ચમચી
ગરમ મસાલા - 1/4 ચમચી
ધાણા પાઉડર - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1/4 ચમચી
[ લીલી ડુંગળીના બદલે સુકી ડુંગળી પણ લઇ શકાય, તો કોથમીર વધુ લેવી ]
રીત :-
સૌ પ્રથમ લીલી ડુંગળી, ટામેટા, કોથમીર અને લીલા મરચાને ઝીણા સમારી લેવા, હવે રીંગણ પર હાથ વડે તેલ લગાવવું, તેમાં ચપ્પુ વડે કાપા કરવા જેથી શેકતી વખતે તે અચાનકફૂટે નહી, ક્યારેક રીંગણ અંદરથી ખરાબ હોઈ શકે આ માટે તેની પર કાપા કરવાની બદલે તેને ઉપરથી થોડા કટ કરીને પણ જોઈ શકાય, હવે તેને સીધા ગેસની હાઈ ફ્લેમ પર પણ શેકી શકાય અને માઇક્રોવેવમાં પણ શેકી શકાય, માઇક્રોવેવમાં શેકવા માટે તેને માઈક્રો હાઈ પર 5 મિનીટ રાખવું, અને ગેસ પર શેકવા તેને હાઈ ફ્લેમ પર મૂકવું, એક ભાગેથી શેકાય એટલે ગોળ ફેરવી બીજો ભાગ શેકવો, આ રીતે આખું રીંગણ શેકવું, તેને દબાવતા એકદમ સોફ્ટ લાગે એટલે ગેસ બંધ કરી ઠંડુ કરવું, હવે રીંગણની છાલ ઉતારી તેને ચોપ કરી લેવું, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું તેમાં જીરું શેકવું, તેમાં હિંગ ,લીલા મરચા અને આદુ મરચાની પેસ્ટ નાખવી,
તેને હલાવી સમારેલ લીલી ડુંગળી અને મીઠું નાખવું, તેને બે મિનીટ સાંતળી તેમાં સમારેલ ટમેટા નાખવા,હવે બાકીના મસાલા હળદર, લાલ મરચું , ધાણા પાઉડર અને ગરમ મસાલો નાખવો, બે મિનીટ કુક થવા દઈ તેમાં બાફી ચોપ કરેલ રીંગણ નાખવું, હલાવી ને થોડીવાર રહેવા દઈ ગેસ બંધ કરવો, કોથમીર નાખી હલાવી લેવો, ટેસ્ટી બૈંગન કા ભરથા તૈયાર.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો