બાટી :-
સામગ્રી :-
ઘઉંનો જાડો લોટ - 2 કપ
મીઠું - સ્વાદાનુસાર
બેકિંગ પાઉડર - 1/4 ચમચી
દેશી ઘી - 1/2 કપ લોટ બાંધવા અને બાકીનું ઘી બાટી બોળવા માટે
પાણી - જરૂર પ્રમાણે
રીત :-
સૌ પ્રથમ ઘઉંના જાડા લોટમાં મીઠું, બેકિંગ પાઉડર, 1/2 કપ ઘી અને ખુબજ ઓછા પાણી સાથે કઠણ લોટ બાંધવો, હવે આ લોટમાંથી રોટલીના લુવાથી સહેજ મોટો લુવો લઇ હાથ વડે દબાવતા જઈ ગોળો તૈયાર કરવો, આ રીતે લોટમાંથી ગોળા તૈયાર કરી લેવા, હવે એક બેકિંગ ટ્રે માં તેલ લગાવી [ગ્રીઝ કરી ] બાટી માટે તૈયાર કરેલા ગોળા તેમાં સહેજ દબાવતા જઈ ગોઠવવા , ત્યારબાદ ઓવનને 180' સેન્ટીગ્રેડ પર પ્રી હિટ કરી, 20 મિનીટ માટે બાટી શેકવી, સામાન્ય રીતે બાટી શેકવા તંદુરનો ઉપયોગ થાય છે, જેમાં તેને હાઈ હિટ પર શેકવામાં આવે છે, જયારે ઓવનમાં લઘુત્તમ તાપમાનમાં પણ તે એકદમ ક્રિસ્પી બને છે, હવે આ તૈયાર કરેલ બાટીમાં ચમચી વડે કાપા કરતા જઈ એક કટોરીમાં ઘી લઇ તેમાં તેને બોળતા જઈ સર્વિંગ પ્લેટ પર ગોઠવવી, સ્વાદિષ્ટ રાજસ્થાની દાલબાટીમાનું એક વ્યંજન બાટી તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો