શનિવાર, 7 માર્ચ, 2015

વેજ કોલ્હાપુરી - Veg kolhapuri

                                                               

વેજ કોલ્હાપુરી :-

સામગ્રી :-
વટાણા - 50 ગ્રામ
ગાજર - 100 ગ્રામ
ફણસી - 100 ગ્રામ
ફ્લાવર - 150 ગ્રામ
ડુંગળી - 4 નંગ 
કોળું અથવા બટાકા - 1 કપ 
ટમેટા - 3 નંગ
લાલ મરચા આખા  - 2 નંગ ગાર્નીશ કરવા
કેપ્સીકમ - 1 નંગ
આદુની પેસ્ટ - 1 ચમચી
લસણની પેસ્ટ - 1ચમચી અને 10 કળી લસણ ઝીણા સમારેલ
કાજુની પેસ્ટ - 2 ચમચી
કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ- 2 ચમચી
તેલ - તળવા માટે + 2 ચમચા વઘાર માટે
બટર - 3 ચમચી
લીલા મરચા - 2 નંગ

તમાલપત્ર - 2 નંગ 
મરી - 2 નંગ
તજ - 2 નંગ
લવિંગ - 2 નંગ
ઈલાયચી - 2 નંગ ફોલીને પાઉડર કરવો

ગરમ  મસાલો -1 ચમચી
કસુરી મેથી - 1/2 ચમચી
પંજાબી ગરમ મસાલો
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
મીઠું - સ્વાદમુજબ
લીંબુ - ફાડ કરી સર્વ કરવા


રીત :-
       સૌ પહેલા ફ્લાવર, કોળું, ફણસી, અને ગાજરના 1 ઇંચ જેટલા ચોરસ ટુકડા કરી લેવા અને તેને તેલ ગરમ કરી તેમાં તેલડૂબ તળી લેવા [ડીપફ્રાય ], સબ્જીનો થોડો કલર બદલે તેટલી વાર જ તળવી, તેમાં પંજાબી ગરમ મસાલો  અને કસુરી મેથી ભભરાવવી, હવે બે ડુંગળીને સમારી તેને થોડા તેલમાં બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળીને ઠંડી કરી મીક્ષરમાં તેની પેસ્ટ કરી લેવી, હવે 1 ડુંગળીને ઝીણી સમારી લેવી, ટમેટાની મિક્સર માં પ્યુરી બનાવી લેવી, હવે એક વાસણમાં 2 ચમચા તેલ ગરમ કરવું  તેમાં તજ, લવિંગ, મરી અને તમાલપત્ર નાખી શેકવા, ત્યારબાદ તેમાં સમારેલ ડુંગળી અને મીઠું નાખી તેને થોડીવાર સાંતળવી, હવે તેમાં ડુંગળીની તૈયાર કરેલ પેસ્ટ અને ટમેટાની પ્યુરી ઉમેરવી થોડું પાણી નાખવું, હવે તેમાં  લસણ ની પેસ્ટ, 1/2 ચમચી આદુની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ અને કાજુની પેસ્ટ નાખવી,તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરવો, આ ગ્રેવીને બે મિનીટ કુક થવા દેવી, હવે 1 ડુંગળી, કેપ્સીકમ અને 2 લીલા મરચાને 1 ઇંચના ચોરસ ટુકડામાં કાપી લેવા, તેને  એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં નાખવા, આદુની પેસ્ટ અને સમારેલ લસણ નાંખી સહેજ ઉછાળતા જઈ[ ટોસ કરી] આ બધું સાંતળી લેવું તેમાં તૈયાર કરેલ ગ્રેવી અને તળેલ સબ્જી ઉમેરવી, છેલ્લે 3 ચમચી બટર નાખી હલાવીને ગેસ બંધ કરવો, તેને લાલ મરચા અને લીંબુની ફળ સાથે સર્વ કરવું, ટેસ્ટી વેજ  કોલ્હાપુરી તૈયાર।
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Blog Archive

Recent Posts

Unordered List

Pages

Theme Support