આલુ ગોબી :-
સામગ્રી :-
બટાકા - 250 ગ્રામ
ફ્લાવર - 250 ગ્રામ
ટમેટા - 2 નંગ
ડુંગળી - 2 નંગ
લીલા મરચા - 3 નંગ
આદૂ - 1 ઇંચ
લસણ - 3 કળી
જીરું - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
ધાણાજીરું પાઉડર - 1 ચમચી
ગરમ મસાલો - 1 ચમચી
લાલ મરચુ - 1 ચમચી
તેલ - 1, 1/2 ચમચો ઉપરાંત શાક તળવા માટે
કોથમીર - 1 ઝૂળી
રીત :-
સૌ પ્રથમ ફ્લાવર [ ફૂલ ગોબી ] અને બટાકાને સારી રીતે ધોઈ તેને સમારી લેવા, બટાકાને છોલી થોડા પાતળા સમારવા, બટાકાને સ્થાને નાની બટાકી પણ લઇ શકાય, બટાકી હોય તો છોલી તેમાં કાપા પાડી લેવા, હવે પહેલા બટાકાને ગોલ્ડન બ્રાઉન કલરના તળવા, ત્યારબાદસમારેલ ફ્લાવરને બ્રાઉન તળવા, હવે આદુ, લીલા મરચા અને લસણને કટ કરી તેની પેસ્ટ તૈયાર કરવી,ડુંગળીને ઝીણી સમારવી, કોથમીર અને ટમેટા પણ ઝીણા સમારવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, હવે તેમાં જીરું શેકવું,ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી સમારેલ ડુંગળી નાખવી, મીઠું નાખી ડુંગળીને કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળવી, હવે તેમાં સમારેલ ટમેટા નાખી બે મિનીટ કુક કરવા, તે સ્મૂથ થાય એટલે હળદર, ધાણાજીરું પાઉડર, લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલોઅને કોથમીર અડધા ભાગની નાખવી , હવે તેમાં તળેલા ફ્લાવર, બટાકા અને 3/4 કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાંચ મિનીટ ઉકળવા દેવું, ત્યારબાદ તેમાં બાકીનો ગરમ મસાલો નાખી, હલાવી ગેસ બંધ કરવો, સબ્જીને સમારેલ કોથમીર વડે ગાર્નીશ કરવી।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો