ચપાટી - રોટલી :-
સામગ્રી :-
ઘઉંનો લોટ - 2 કપ
મીઠું - સ્વાદાનુસાર
તેલ - 1, 1/2 ચમચો
ઘી - રોટલી પર લગાવવા
રીત :-
સૌ પ્રથમ એક પહોળા વાસણમાં [કથરોટ ] ઘઉં નો લોટ ચાળી લેવો, બાઉલ પણ લઇ શકાય, પણ લોટને યોગ્ય રીતે મસળવા કથરોટ જ સારી રહે છે , હવે તેમાં મીઠું અને 1 ચમચો તેલ ઉમેરવું, તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લેવો, લોટને પાંચેક મિનીટ ખુબ મસળવો, ત્યારબાદ તેને 15 મિનીટ માટે ઢાંકીને રાખી મુકવો, 15 મિનીટ બાદ તેમાં 1/2 ચમચો તેલ ઉમેરી લોટ મસળી લેવો, હવે તેમાંથી જે સાઈઝની રોટલી બનાવવી હોય તે પ્રમાણે લુવા તૈયાર કરવા, રોટલી પાતળી અને નાનીથી લઇ મોટી અને મિડીયમ સાઈઝની ઈચ્છા મુજબ વણી શકાય, પણ તેનો શેઈપ એકદમ ગોળ હોવો જોઈએ અને બધી બાજુની જાડાઈ એકસરખી હોવી જોઈએ, રોટલી શિખવાની શરૂઆતમાં થોડો આકાર બદલી પણ જાય, પણ તેની રેગ્યુલર પ્રેક્ટીસ વડે જ ગોળ વણતા આવડે, આમ લુવામાંથી રોટલી વણતા જવું, સાથે સાથે ગેસ પર તવો ગરમ કરવા મુકવો, તવો ગરમ થાય કે વણીને તૈયાર કરેલ રોટલીનો નીચેનો ભાગ ઉપર રહે તેમ તવામાં નાખવી, હવે આ રોટલીમાં નાના બબલ દેખાય એટલે ફેરવવી, હવે બીજી બાજુ તેને ગોલ્ડન બ્રાઉન બબલ થાય તેમ એકદમ શેકવી, હવે જો રોટલી ફૂલકા કરવી હોય તો ચીપિયા વડે લઇ ફેરવી સીધી ફ્લેમ પર ફુલાવી નીચે ઉતારી લેવી, અને તવામાં જ શેકવી હોય તો ફેરવી કોટનના કપડા વડે ધીમેથી દબાણ આપતા જઈ શેકી લેવી, નીચે ઉતારી 1/4 ચમચી ઘી લગાવવું અથવા કોરી પણ રાખી શકાય, આવી રીતે બધી રોટલી વણીને પકાવી લેવી,તેને વિવિધ શાક અથવા દાળ સાથે ખાઈ શકાય.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો