નાન [ તવા પર ] :-
સામગ્રી :-
મેંદો - 1, 1/2 કપ
તેલ - 1 ચમચો
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1/2 ચમચી
બેકિંગ સોડા - 1/4 ચમચી
દહીં - 1/4 કપ
ઘી - જરૂર મુજબ [ નાન પર લગાવવા ]
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, મીઠું, તેલ, ખાંડ, બેકિંગ સોડા અને દહીં લેવું, ત્યારબાદ લોટ બાંધવા જેટલું પાણી થોડું ગરમ કરવું, મેંદા વાળા મિશ્રણમાં આ પાણી થોડું થોડું નાખતા જઈ એકદમ સોફ્ટ લોટ બાંધવો, લોટ થોડો હાથમાં ચોંટે એવો સોફ્ટ બાંધવો, ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી આ લોટને પાંચેક મિનીટ મસળવો, હવે આ લોટ પર થોડું તેલ લગાવી તેને બે કલાક માટે ગરમ જગ્યા પર ઢાંકીને રાખી દેવો, જેથી તે ફૂલીને ડબલ થઇ જશે, ત્યારબાદ હાથમાં મેંદો લગાવી આ લોટમાંથી એકસરખા 5 લુવા તૈયાર કરવા, તેને મેંદામાં રગદોળી લેવા, હવે તવો ગરમ કરવા મુકવો, લુવાને પાટલા પર લઇ વેલણ વડે વણતા જવું, તેને લંબગોળ અથવા ગોળ આકાર આપવો અને રોટલી કરતા થોડો જાડો રાખવો , નાન વણાઈ જાય એટલે ચમચી વડે તેની પર સહેજ પાણી લગાવવું, ત્યારબાદ ગરમ તવા પર નાનનો પાણી લગાવેલ ભાગ નીચે રહે તે રીતે શેકવા મુકવી, નાન પર ફરતે મોટા બબલ દેખાય એટલે તવાને હેન્ડલ વડે પકડી તેને ઉંધો કરી ડાયરેક્ટ ફ્લેમ પર નાનનો બીજો ભાગ શેકવો, નાન પર પાણી લગાડેલ હોવાથી તે પળી જશે નહી, હવે આ ભાગ ફરતે બ્રાઉન બબલ થઇ જાય એટલે તવો સીધો કરી તવેથા વડે નાન કાઢી, ડીશમાં લઇ તેની પર ઘી લગાવવું, આ રીતે બધી નાન તૈયાર કરવી, આ પંજાબી નાનને ગ્રેવી વાળી કોઈ પણ શબ્જી કે છોલે મસાલા સાથે ખાવાની બહુ મજા આવે છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો