કલાકંદ :-
સામગ્રી :-
ફુલ ક્રીમ મિલ્ક - 2 લીટર [ 1 લીટર પનીર બનાવવા + 1 લીટર ઉકાળવા ]
ખાંડ - 100 ગ્રામ
લીંબુનો રસ - 2 ચમચા જેટલો [ પનીર બનાવવા માટે ]
બદામ - 7થી 8 નંગ
પિસ્તા - 8 થી 10 નંગ
ઈલાયચી - 5 દાણા ફોલીને પાઉડર કરવો
રીત :-
સૌ પ્રથમ એક લીટર દૂધમાંથી પનીર તૈયાર કરીશું, આ માટે દૂધ ગરમ કરીશું, દુધમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરીશું, દુધમાંથી વરાળ નીકળતી ઓછી થાય કે તરત તેમાં ધીમે ધીમે લીંબુનો રસ નાખતા જવું અને હલાવતા જવું, દૂધ ફાટી જાય ત્યારે લીંબુનો રસ નાખવાનો બંધ કરીશું, અને તરત સુતરાઉ કપડામાં ગાળી લઈશું, અને આ તૈયાર કરેલ પનીરને પાણી થી ધોઈને કપડામાં જ નીચોવી લઈશું, હવે બીજું એક લીટર દુધને ગેસ પર ગરમ કરવા મુકવું અને હલાવતા જવું, આ દૂધ ત્યાં સુધી હલાવવું કે તે અડધું રહે, દૂધ અડધું રહે એટલું ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલ પનીરને હાથ વડે મસળી છુટ્ટું કરી ઉમેરવું અને ફરી આ મિશ્રણને હલાવતા જવું જેથી તેનું વધારાનું પાણી બળી જાય, આ રીતે તેનું માવા જેવું મિશ્રણ તૈયાર થશે, હવે તેમાં ખાંડ ઉમેરવી, ફરી તેને હલાવતા જેવું, જયારે ખાંડ એકદમ ઓગળીને જામવા જેવું લાગે એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર મિક્સ કરવો, એક ડિશમાં ઘી લગાવી આ મિશ્રણ તેમાં ઠારવું, ઉપર ડ્રાયફ્રુટ
કટ કરી ભભરાવવા, ઠંડુ પડે એટલે તેના કાપા પાડી લેવા, કલાકંદ તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો