પુરણ પુરી :-
સામગ્રી :-
તુવેરદાળ - 1 કપ
ઘઉંનો લોટ - 2 કપ
તેલ - 2 ચમચા
ગોળ [ સમારીને ] - 1 કપ
ઈલાયચી પાઉડર - 1 ચપટી
ઘી - ઈચ્છા મુજબ
પાણી - જરૂર પ્રમાણે
રીત ;-
સૌ પ્રથમ તુવેરદાળને ધોઈને તેને કુકરમાં લઇ તેમાં બે કપ પાણી નાખી તેને ચાર સીટી કરી બાફી લેવી, હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને તેલ લઇ પાણી વડે રોટલીનો લોટ બાંધી લેવો, ત્યારબાદ કુકર ખોલી બાફેલ દાળમાં ગોળ ઉમેરી તેને ચમચા વડે હલાવતા જઈ ગરમ કરવું, ગોળ દાળ સાથે એકદમ ઓગળી જાય અને વધારાનું પાણી બળી જાય એટલું ગરમ કરી ગેસ બંધ કરવો, આ મિશ્રણમાં ઈલાયચી પાઉડર ઉમેરવો, મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે રોટલીના લોટમાંથી નાના લુવા તૈયાર કરી તેને થોડું વણી તેમાં તૈયાર કરેલ પુરણ બે ચમચી જેટલું ભરી વણેલ પૂરીને ચારે બાજુથી બંધ કરી સહેજ દબાવી ફરી નાની રોટલી હળવા હાથે વણી લેવી, હવે તવો ગરમ કરી આ રોટલીને થોડા ઘી વડે શેકી લેવી, આ રીતે બધી પુરણ પુરી તૈયાર કરી લેવી, તે ખુબ સ્વાદિષ્ટ ગરમા ગરમ ખવાતું વ્યંજન છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો