ખીર :-
સામગ્રી :-
ફુલ ક્રીમ મિલ્ક - 1 લિટર
ચોખા - 50 ગ્રામ
ખાંડ - 150 ગ્રામ
ઈલાયચી - 4 થી 5 નંગ
[ ખીરને બદામ, પિસ્તા કટ કરી તેના વડે ગાર્નીશ કરી શકાય ]
રીત :-
સૌ પ્રથમ ચોખાને ધોઈ તે ડૂબે તેટલું પાણી નાખી તેને એક કલાક માટે પલાળવા, ત્યારબાદ એક વાસણમાં દૂધ લઇ તેને હલાવતા જઈ ગરમ કરવું, જેથી તે તળિયામાં ચોંટે નહી, દૂધ થોડું ગરમ થાય એટલે
પલાળેલ ચોખાનું પાણી દુર કરી તેને દુધમાં ઉમેરવા,ગેસ ધીમો કરવો, જ્યાં સુધી ચોખા દુધમાં બફાઈ જાય નહી ત્યાં સુધી તેને હલાવતા રહેવું, આ માટે ચોખાનો એક દાણો ચમચામાં લઇ દબાવવો, જો તે ઈઝિલી દબાઈ જાય તો ખીરમાં ખાંડ ઉમેરવી, ખીર ફરી 5 મિનીટ હલાવતા જઈ ઉકાળવી, છેલ્લે તેમાં ઈલાયચીનો ભૂકો કરી ઉમેરવો, ખીર તૈયાર।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો