ભરવા બૈંગન :-
સામગ્રી :-
નાના રીંગણ - 300 ગ્રામ
રાઈનું તેલ [ મસ્ટર્ડ ઓઈલ ] - 3 ચમચા
સમારેલ કોથમીર - 3 ચમચા
લીલા મરચા - 2 નંગ
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1 ચપટી
જીરુ - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 2 ચમચી
વરિયાળી પાઉડર - 2 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
આમચુર - 1 ચમચી
ખાંડ - 1 ચમચી
ચણાનો લોટ - 3 ચમચી
[ રાઈનાં તેલને સ્થાને ઘરમાં વપરાતું રીફાઇન્ડ ઓઈલ પણ વાપરી શકાય ]
રીત :-
સૌથી પહેલા રીંગણ ધોઈ તેને કોરા કરવા, લીલા મરચા ઝીણા સમારી લેવા, હવે રીંગણને ડંઠલથી પકડી તેમાં એવી રીતે બે કાપા પાડવા કે તે નીચેથી જોડાયેલ રહે છતાં તેના ચાર ભાગ પડે, હવે એક ડીશમા ધાણા પાઉડર, વરિયાળી પાઉડર, મીઠું,હળદર, લાલ મરચું, આમચૂર, ખાંડ, પેસ્ટ, સમારેલ મરચા, અડધી સમારેલ કોથમીર અને ચણાનો લોટ મિક્સ કરવો,તેનામાં થોડી ભીનાશ રહે અને આ મસાલો રીંગણમાં ભરી શકાય તેટલું જ 2 ચમચી જેટલું પાણી નાખવું, મસાલો મિક્સ કરી તેને રીંગણની વચ્ચે ભરી રીંગણ થોડું દબાવી દેવું, જેથી મસાલો બહાર ના નીકળે, આ રીતે બધા રીંગણ ભરી લેવા, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં જીરું શેકવું, હિંગ નાખવી, ત્યારબાદ બધા રીંગણ આ વાસણમાં ગોઠવી ઢાંકણ બંધ કરી 5 મિનીટ પકાવવા, પાણી નાખવું નહી, કારણ કે રીંગણમાં કુદરતી પાણી હોય છે, હવે ઢાંકણ ખોલી રીંગણની સાઈડ ચેન્જ કરવી, ફરી 5 મિનીટ પકાવવા, ઢાંકણ ખોલી રીંગણ જે ભાગેથી કાચા હોય તે ભાગ નીચે રાખી 2 મિનીટ પકાવવા, જયારે રીંગણ દબાવતા એકદમ સોફ્ટ લાગે ત્યારે ગેસ બંધ કરવો, કોથમીર વડે ગાર્નીશ કરવા।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો