ભટુરા :-
સામગ્રી :-
મેંદો - 2, 1/2 કપ
દહીં - 1/2કપ
ખાંડનો પાઉડર - 2 ચમચી
તેલ - 3 ચમચા લોટ બાંધવા + તળવા
મીઠું - સ્વાદાનુસાર
બેકિંગ સોડા - 1 ચપટી
બેકિંગ પાઉડર - 1/2 ચમચી
રીત :-
સૌ પહેલા એક વાસણમાં મેંદો , બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર મિક્સ કરવા , તેને ચારણી વડે લોટ બાંધવાના વાસણમાં ચાળી લેવું, એક વાટકીમાં દહીં, ખાંડ અને મીઠું લઇ તેને ચમચી વડે હલાવવું, જેથી ખાંડ અને મીઠું દહીંમાં ઓગળી જાય, હવે ચાળેલ લોટ વચ્ચે ખાડો કરી તેમાં દહીં અને 1 ચમચો તેલ રેડવું, હવે એકજ દિશામાં હાથ ફેરવતા જઈ અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ સહેજ ઢીલો લોટ બાંધવો, 2 ચમચા તેલ નાખી મુઠ્ઠી વાળેલ આંગળા વડે લોટ મસળવો, હવે આ લોટને એક છેડેથી પકડી તેને પછાડતા જઈ આંટી વાળવી, ફરી તેને ભેગો કરી પછાળવો, આ રીતે પાંચેક મિનીટ કરવું, હવે તેને સુતરાઉ કપડામાં 1 કલાક માટે ઢાંકી રાખવો જેથી તે ફૂલે, એક કલાક બાદ તેમાંથી એક સરખા માપના 8 થી 9 લુવા તૈયાર કરવા, તેને તેલ લગાવી 10 મિનીટ રાખવા, ત્યારબાદ તેમાંથી લંબગોળ આકારની રોટલીથી સહેજ જાડી મોટી પૂરી વણવી, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, તેલ એકદમ ગરમ કરવું, ભટુરા ફૂલાવવા તેલ વધુ ગરમ જોઈએ, તેમાં ભટુરા તળી લેવા, તેલ સતત ગરમ રાખવું નહિ, વચ્ચે ગેસ ધીમો પણ કરવો, તો તૈયાર છે પંજાબી ભટુરા।
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો